Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વધુ ૫ દિવસ છૂટોછવાયો વરસાદ પડશે: સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત વરસાદી માહોલ રહેશે: વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના: ગુજરાતમાં એકસાથે ૨ સિસ્ટમ્સ સક્રિય: જેના લીધે કેટલાક વિસ્તારોમાં વરસાદ

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ છૂટોછવાયો વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ રહેશે. તો દક્ષિણ ગુજરાતમાં ફણ છૂટોછવાયો વરસાદ પડશે. સુરત, તાપીમાં છૂટોછવાયો વરસાદ પડશે. ડાંગ, નર્મદા, ભરૂચ, વડોદરામાં વાદળછાયું વાતાવરણ રહેશે. દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદમાં વરસાદની સંભાવના છે. તો ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં પણ વરસાદ થશે. જ્યારે વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજ્ય પર એકસાથે ૨ સિસ્ટમ સક્રિય થવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

આજે ૮ જૂને સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર, અમરેલી, પોરબંદરમાં વરસાદની આગાહી છે. ૯ જૂને સુરત, ભરૂચ, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી થઈ છે તો ૧૦  જૂને ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટમાં વરસાદની આગાહી હવામાન તંત્રે કરી છે. જ્યારે ૧૧ જૂને ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, જૂનાગઢ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

(12:23 am IST)