Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

૨૦૨૨માં યુપી સહિત સાત રાજયોમાં વિધાનસભાની ચૂંટણી : ચૂંટણી જંગ જીતવા મોદીએ કમાન સંભાળી

ભાજપને ૬ રાજયોમાં સત્તા ગુમાવવાનો ડર

મોદીએ ભાજપ હાઈકમાન્ડને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં પાર્ટીના પ્રદર્શન અંગે વિસ્તૃત સમીક્ષા કરવાની સલાહ આપી છે

નવી દિલ્હી,તા. ૮: રાજકીય રીત મહત્વના યુપી સહિત સાત રાજયોમાં ૨૦૨૨ માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આમાંથી ૬ રાજયોમાં ભાજપની સરકાર છે. તેથી પાર્ટી કોઈ પણ પ્રકારની ભૂલ કરવા માગતી નથી. આને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદીએ અત્યારથી કમાન સંભાળી લીધી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રધાનમંત્રી મોદીએ પાર્ટી કાર્યકરોને સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાનુ પણ જણાવ્યું છે.

ઉત્ત્।રાખંડ, ગોવા, પંજાબ, યુપી અને મણિપુરની ચૂંટણીને લઈને ભાજપ અધ્યક્ષ નડ્ડાએ એક બેઠક બોલાવી છે. બેઠકમાં કોરોના કાળ દરમિયાન કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કરાયેલા જનહિતના કામોથી લોકોને વાકેફ કરાવવાનું નેતાઓને કહેવાયું. બંગાળ સહિત ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ લેવાનું પણ નેતાઓને કહેવાયું છે.

બેઠકમાં મહાસચિવોને કહેવાયું કે જુની ભૂલોથી બોધપાઠ લઈને આગામી રણનીતિ પર કામ કરવું જોઈએ.

કોરોનાને ધ્યાનમાં રાખીને ભાજપ મોટા પાયે ચૂંટણી રાજયોમા વર્ચ્યુઅલ સભાઓના આયોજનની તૈયારીમાં છે. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આ બેઠકોને સંબોધિત કરવાના છે. આ રેલીઓને એકીસાથે દરેક વિધાનસભામાં પ્રસારણ કરવાની પણ યોજના બનાવાઈ છે.

રાષ્ટ્રીય મહાસચિવોની બેઠકમાં લેવાયેલા પાંચ નિર્ણય

(૧) કેન્દ્ર અને રાજય સરકારોના કામોથી લોકોને વાકેફ કરાવવામાં આવે.

(૨) જે ઠેકાણે ભાજપ ચૂંટણી હાર્યો છે ત્યાંથી બોધપાઠ લેવામાં આવે.

(૩) જયાં ભૂલો થઈ હોય ત્યાંથી શીખવામાં આવે.

(૪) કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા પાયે વર્ચ્યુઅલ રેલીઓનું આયોજન કરવામાં આવશે

(૫) જુની ભૂલોથી બોધપાઠ લઈને આગામી રણનીતિ પર કામ કરવું જોઈએ.

(૬) પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકોને સંબોધિત કરશે.

(10:57 am IST)