Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મહારાષ્ટ્રમા કોરોનાથી મૃત્યુઆંક 1 લાખને પાર : છેલ્લા 24 કલાકમાં નવા 10.219 કેસ નોંધાયા : વધુ 154 લોકોના મોત : વધુ 21 હજાર દર્દીઓ રિકવર થયા

મુંબઈ : ભારતમાં કોરોનાની બીજી લહેર હવે મંદ પડી છે રિકવરીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.કોરોનાથી સૌથા પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યાં પણ કોરોનાની લહેર મંદ પડી છે પરતું રાજ્ય સરકારે લોકડાઉન વધારી દીધુ છે .પણ થોડી છૂટછાટ આપી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસો 10,219 નોંધાયા છે. અને 154 લોકોના મોત થયા છે.રાજ્યમાં કોરોનાના કેસો 10 હજારે પહોચ્યા અને મોતના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે.

રાજ્યમાં સોમવારે કોરોના સંક્રમણના 10,219 કેસો સામે આવ્યા છે અને 154 લોકોના મોત થયાં છે.

મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં કોરોનાના કેસોમાં નોધપાત્ર ઘટાડો નોંધાયો છે અને મોતના આંકડા પણ ઘટી રહ્યા છે. હવે રાજ્યમાં કુલ કોરોના સંક્રમણના કેસો 5,84,2000 છે જયારે મોતનો આંકડો 100,470 પર પહોચ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર 21000 હજાર લોકોએ કોરોનાને માત આપીને સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થનારાઓની સંખ્યા 5.564,348 પર પહોચ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રીએ કોરના મુક્ત ગામ માટે ઇનામ યોજના બનાવી છે જેનાથી કોરોના સંક્રમણને રોકવા માટે ગામ લોકોનો પુરતો સહકાર મળી રહે. સરકારે લોકડાઉન સાથે ગાઇડલાઇનનું પાલન કડક રીતે કરવાનો નિર્દેશ પણ આપ્યો છે .જેના લીધે મહારાષટ્રમાં હાલ કોરોનાની બીજ લહેર ધીમે ધીમે કંટ્રોલમાં આવી છે.

(9:52 am IST)