Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ ભાજપમાં મોટુ સખળડખળ તોળાઈ રહ્યું છે ?

ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ પશ્ચિમ બંગાળ ભાજપમાં બધું જ સમુસુતરું નથી, કંઈક રંધાઈ રહ્યું છે. મળતા અહેવાલો મુજબ હાઈ કમાન્ડે મમતાને હરાવનાર સુવેન્દુ  અધિકારીને મારતેઘોડે દિલ્હી બોલાવેલ છે અને તાકીદની બેઠક યોજાશે. પશ્ચિમ બંગાળ ભાજપના સંખ્યાબંધ ધારાસભ્યો ઘરવાપસી ની તૈયારી કરી રહ્યાના અહેવાલોથી હાઈ કમાન્ડ ચોંકી ઉઠયું છે. તો  કર્ણાટકના રાજકારણમાં પણ બધું જ ઠીકથાક તો  નથી જ. ભાજપના મુખ્યમંત્રી યેદુરપ્પા કોઈ નવી ચાલની તૈયારીમાં હોવાનું મનાય છે. તેમણે હાઈ કમાન્ડ કહે તો રાજીનામું ફગાવવાની પણ તૈયારી બતાવી છે, ત્યારે તેમના જૂથના ધારાસભ્યો કઈ નવાજૂની કરવાની તૈયારીમાં હોવાનું મનાય છે. આ બધા વચ્ચે ઉત્તરપ્રદેશમાં પણ આ અઠવાડિયામાં કંઈક મહત્વના પગલાઓ તોળાઇ રહ્યાનું ચર્ચાય છે.

(12:00 am IST)