Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ફ્રાન્સમાં ઓનલાઈન જાહેરાતોમાં મોનોપોલી સર્જવા બદલ ગૂગલને ૨૬.૮ કરોડ ડોલરનો દંડ ફટકારાયો

ઓનલાઈન જાહેરાત મૂકવામાં માર્કેટમાં અગ્રેસર હોવાનો ફાયદો ઉઠાવતી હોવાની ફરિયાદ ત્રણ મીડિયા કંપનીઓએ કરી હતી

પેરિસ : ફ્રાન્સની સરકારી એજન્સી એન્ટી ટ્રસ્ટ વોચડોગે ગૂગલને ૨૬.૮ કરોડ ડોલરનો માતબર દંડ ફટકાર્યો છે. આ દંડ ઓનલાઈન જાહેરાતોમાં મોનોપોલી સર્જવાને લઈને થયો છે. ત્રણ મીડિયા કંપનીઓએ ગૂગલ સામે ફરિયાદ કરી હતી. તે સંદર્ભમાં તપાસ થયા પછી ફ્રાન્સની સરકારે દંડ કર્યો હતો.

ફ્રાન્સની સરકારે ગૂગલને ૨૬.૮ કરોડ ડોલર એટલે કે અંદાજે ૧૯ અબજ રૃપિયાનો દંડ ફટકાર્યો હતો. આ દંડ ઓનલાઈન જાહેરાતમાં ગેરકાયદે રીતે મોનોપોલી સર્જવા મુદ્દે થયો હતો. ગૂગલ ઓનલાઈન જાહેરાત મૂકવામાં માર્કેટમાં અગ્રેસર હોવાનો ફાયદો ઉઠાવતી હોવાની ફરિયાદ ત્રણ મીડિયા કંપનીઓએ કરી હતી. રૃપર્ટ મર્ડોકની કંપની ન્યૂઝ કોર્પોરેશન, ફ્રાન્સનું અખબારી ગુ્રપ લી ફિગેરો અને બેલ્જીયમનું મીડિયા હાઉસ રોસેલ લા વોએક્સે ઓનલાઈન જાહેરાતોમાં ગૂગલ ભેદભાવ કરતું હોવાની ફરિયાદ દાખલ કરી હતી. એ સંદર્ભમાં એન્ટી ટ્રસ્ટ વોચડોગે તપાસ શરૃ કરી હતી. તપાસમાં જણાયું હતું કે ગૂગલે તેની ઓનલાઈન માર્કેટમાં જે સ્થિતિ છે તેનો ગેરલાભ ઉઠાવ્યો હતો. ગૂગલે ઓનલાઈન જાહેરાત દર્શાવવામાં એકાધિકાર સ્થાપીને ભેદભાવ કર્યો હતો એ સાબિત થયું હતું.
ફ્રાન્સ સ્થિત ગૂગલના પ્રતિનિધિએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ સંદર્ભમાં કંપની છેલ્લાં બે વર્ષથી સરકારી એજન્સીના સંપર્કમાં છે અને તપાસમાં સહકાર આપી રહી છે. ત્રણેય મીડિયા હાઉસ સાથે સમજૂતિના ભાગરૃપે આ રકમ આપવા કંપની સહતમ થઈ છે.

(11:09 pm IST)