Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

'દૂરંદેશી રાહુલ ગાંધી'ની સલાહ માનવામાં પીએમ મોદીને એક એક મહિનો લાગ્યો : નિઃશુલ્ક વેસ્કીન મામલે કોંગ્રેસનો ટોણો

29 એપ્રિલ 2021 ના ટ્વિટમાં રાહુલ ગાંધીએ તમામ લોકો માટે ફ્રી વેક્સિન આપવાની વાત જણાવી હતી

નવી દિલ્હી : ફ્રી વેક્સિનની પ્રધાનમંત્રીની જાહેરાત બાદ કોંગ્રેસે ટોણો મારતા જણાવ્યું 'દૂરંદેશી રાહુલ ગાંધી'ની સલાહ માનવામાં PM મોદીને એક મહિનો લાગ્યો. 

  ઈન્ડીયન યૂથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડન્ટ શ્રીનિવાસ બીવીએ રાહુલ ગાંધીનું એક જુનું ટ્વિટ શેર કરીને આ મુજબનું નિવેદન આપ્યું. 29 એપ્રિલ 2021 ના ટ્વિટમાં રાહુલ ગાંધીએ તમામ લોકો માટે ફ્રી વેક્સિન આપવાની વાત જણાવી હતી. શ્રીનિવાસે રાહુલની આ વાતને હાઈલાઈટ કરીને જણાવ્યું.છે

   કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ વેક્સિનેશન કાર્યક્રમો અંગે ટીપ્પણીઓ કરનાર પૂર્વ પીએમ અને વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું છે. મનમોહન સિંહ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ઘણી વાર ફ્રી વેક્સિનની માંગ ઉઠાવી છે. પરંતુ મોદી સરકારે અનેક વાર આ વાત ઠુકરાવી દીધી. સુપ્રીમ કોર્ટે પણ આ જ વાત કહી હતી. જોકે અમને તો એ વાતની ખુશી છે કે દરેક નાગરિકને હવે ફ્રી વેક્સિન મળશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો કે જો બધા માટે ફ્રી વેક્સિન હોય તો ખાનગી હોસ્પિટલોએ શા માટે પૈસા લેવા જોઈએ. છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દેશના તમામ લોકો માટે હવે મફત વેક્સિનની જાહેરાત કરી દીધી છે. મોડે મોડેય પણ સરકારને ખબર તો પડીને. જે થવું જોઈતું હતું તે ફરી વાર થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે વેક્સિન નીતિમાં કોઈ ફેરફાર કરવાની જરુર નહોતી.

(12:00 am IST)