Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પશ્ચિમ બંગાળમાં આકાશી આફત : કહેર બનીને વીજળી ત્રાટકતા 20 લોકોના મોત

વિજળી પડવાથી મુર્શિદાબાદમાં 9, હુગલીમાં 9 અને પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં 2 લોકોના મોત

કોલકતા : પશ્ચિમ બંગાળમાં આકાશીય વિજળી પડતા અલગ-અલગ જિલ્લાઓમાંથી 20 લોકોના મોત નિપજ્યાં છે. આ મોત 3 જિલ્લામાં થયા છે. દક્ષિણ બંગાળમાં સોમવાર રોજ બપોર બાદથી કોલકાતા સહિત અનેક જિલ્લાઓમાં ભારે હાહાકાર જોવા મળ્યો. આ દરમ્યાન આ જિલ્લાઓમાં ભારે વરસાદ પણ થયો છે. વિજળી પડવાથી મુર્શિદાબાદમાં 9, હુગલીમાં 9 અને પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં 2 લોકોના મોત થયા હતાં.

મુર્શિદાબાદ જિલ્લામાં 9 લોકોના મોત થયાં, જ્યારે 8 લોકો ગંભીર રૂપથી ઘાયલ થઇ ગયા છે. એવું કહેવાઇ રહ્યું છે કે, 15થી 20 લોકો ખેતરમાં કામ કરી રહ્યાં હતાં, એ સમયે અચાનક વાદળ ગરજતા જ વરસાદ થવા લાગ્યો. ઘાયલોને હાલમાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલમાં મૃતકોની ઓળખ થઇ રહી છે.

  બહરામપુર કોલોનીમાં પણ જે 2 લોકોનાં મોત થયાં છે ત્યાં એક શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો છે. સ્થાનીય લોકોના કહેવા અનુસાર, જ્યારે તેજ પવન આવ્યો ત્યારે બંને અચાનક જ કોલોનીના એક ઘરમાં ઊભા થઇ ગયા, એ જ સમયે તેમની પર એકાએક આકાશમાંથી વીજળી આવી અને તેમની પર પડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. હાલમાં આ ઘાયલોને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યાં, જ્યાં ડૉક્ટરોએ 2 લોકોને મૃત જાહેર કર્યા છે. એક શખ્સની સારવાર હજુ પણ ચાલી રહી છે.

(12:00 am IST)