Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોવિદ -19 સંજોગોમાં અમેરિકન તેલુગુ એશોશિએશન વતનની વહારે : આંધ્ર પ્રદેશ તથા તેલંગણાની હોસ્પિટલોમાં 400 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ મોકલ્યા

વોશિંગટન : કોવિદ -19 સંજોગોમાં અમેરિકન તેલુગુ એશોશિએશન વતનની વહારે આવ્યું છે.તેણે આંધ્ર પ્રદેશ તથા તેલંગણાની હોસ્પિટલોમાં 400 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ મોકલ્યા હોવાનું એશોશિએશન પ્રમુખ ભુવનેશ બુજાલાએ સમાચાર સૂત્રોને  જણાવ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે હજુ પણ વધુ ઓક્સિજનકન્સેન્ટ્રેટર્સ મોકલાશે. તેમજ બંને રાજ્યોના કોરોના અસરગ્રસ્ત  નાગરિકોને કોવિદ -19 એક્સપર્ટ્સની સલાહ મળતી રહે તેવો પ્રબંધ કરાશે. તેવું ઈ.વે.દ્વારા  જાણવા મળે છે.

(6:41 pm IST)