Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વડાપ્રધાન મોદીએ ખોટું બોલી, નફરત ફેલાવી ચૂંટણી જીતી અમો સત્ય, પ્રેમ અને સ્નેહથી જવાબ આપશું ;રાહુલ ગાંધી

મોદી હથિયારની જેમ ઘૃણા, ગુસ્સો અને અસત્યનો ઉપયોગ કરે છે, :વાયનાડમાં રાહુલ ગાંધીના પ્રહાર

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાના ચૂંટણી પરિણામ બાદ પ્રથમ વખત વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ત્રણ દિલસના પ્રવાસ પર કેરળના વાયનાડમાં રાહુલે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવતા જણાવ્યું કે વડાપ્રધાન મોદી ખોટું બોલી, નફરત ફેલાવી આ ચૂંટણી જીતી છે, પરંતુ તેનો જવાબ અમે સત્ય, પ્રેમ અને સ્નેહથી આપીશું.

 પોતાના સંસદીય વિસ્તાર વાયનાડની પ્રવાસના બીજા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપનો તેમનો પ્રચાર અભિયાન ખોટું, જહેર અને ઘૃણાથી ભરેલું હતું, જ્યારે કોંગ્રેસ સચ્ચાઇ, પ્રેમ અને લાગણી સાથે ઉભી રહી હતી. રાહુલે રોડ શો બાદ કાલપેટા, કમલબકાડુ અને પનામરમમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં યુડીએફના કાર્યકર્તા અને મહિલાઓ હાજર હતી.

રાહુલે વધુમાં કહ્યું કે મોદી હથિયારની જેમ ઘૃણા, ગુસ્સો અને અસત્યનો ઉપયોગ કરે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી વડાપ્રધાન દ્વારા દર્શાવવામાં આવેલી સૌથી ખરાબ ભાવનાઓ સામે લડાઇ ચાલુ રાખશે, અમે રાષ્ટ્રીય સ્તર પર ઝેર સામે લડી રહ્યાં છીએ, મોદીનો પ્રચારે દેશની જનતામાં ભાગલા પાડવાનું કામ કર્યું. રાહુલની સાથે કોંગ્રેસના મહાસચિવ કર્ણાટક પ્રભારી કે.સી. વેણુગોપાલ, કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેન્નીથલા, કેરળ કોંગ્રેસ પ્રમુખ મુલ્લાપલ્લી હાજર રહ્યાં હતા.

(9:35 pm IST)