Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

હવે ઇ-સિમ લોન્ચ થશેઃ જાતે સિમ ઓપરેટર બદલી શકશો

નવા ઓપરેટરના ફિઝિકલ સિમકાર્ડ વગર હવે ઓપરેટર બદલી શકાશે

નવી દિલ્હી તા. ૮ : જો તમે તમારી મોબાઇલ સિમ ઓપરેટર કંપનીથી નારાજ હો અને કોઇ અન્ય ઓપરેટરની સર્વિસ પર સ્વિચ કરવા ઇચ્છતા હો તો હવે સરળતાથી કરી શકશો. ટેલિકોમ પ્રોવાઇડર્સ ટુંક સમયમાં બજારમાં emdedded sim એટલે કે ઇ-સિમકાર્ડ લોંચ કરનાર છે. આ એક ડિજિટલ સિમકાર્ડ હશે, જે કોઇ પણ જાતના ફિઝિકલ સિમકાર્ડ વગર પણ કામ કરશે.

સબસ્ક્રાઇબર્સ ઇ-સિમના ઉપયોગથી કોઇ પણ કંપનીના મોબાઇલ ટેરિફ પ્લાનને એકિટવેટ કરી શકશે. અને તેના માટે તેમને નવા ઓપરેટરના ફિઝિકલ સિમકાર્ડની જરૂર નહીં પડે. ઇ-સિમ દ્વારા ગ્રાહકો પોતાનો મોબાઇલ નંબર બદલ્યા વગર એક ઓપરેટરથી બીજા ઓપરેટર પર સ્વિચ કરી શકશે.

હાલ આ કાર્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી)માં અને મશીન-ર-મશીન સોલ્યુશન્સમાં હોય છે, જો કે મોટા ભાગની કંપનીઓના હેન્ડ સેટ ઇ-સિમ માટે તૈયાર નથી. માત્ર iphones XS, XS Max, XR  અને Google Pixel-૩ જેવી પ્રિમીયમ ડિવાઇસીસ ઇ-સિમકાર્ડને સપોર્ટ કરે છે.

(4:03 pm IST)