Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

પોતાના દમ પર સફળ ૮૦ મહિલાઓમાં ત્રણ ભારતીય મહિલાઓનો સમાવેશ : ફોર્બ્સ

લિસ્ટમાં ૨૧ થી ૯૨ વર્ષની મહિલાઓ સામેલ, તેમની કુલ નેટવર્થ ૫.૬૦ લાખ કરોડ રૂપિયા

ન્યુયોર્ક તા ૮  :  પોતાના દમ પર સફળ અમેરિકાની ૮૦ અમીર મહિલાઓમાં ત્રણ ભારત મુળની છે. ફોર્બ્સે અમેરિકાનું રિચેસ્ટ સેલ્ફમેડ વુમન-૨૦૧૯નું લિસ્ટ જાહેર કર્યુ છે. તેમાં ભારત વંશની જયશ્રી ઉલાલ, નીરજા સેઠી અને નેહા નરખેડે છે.

કમ્પ્યુટર નેટ વર્કિગ ફર્મ અરિસ્તા નેટવકર્સના ૫૮ વર્ષના પ્રેસિડન્ટ અને સીઇઓ જયશ્રી ઉલાલ લિસ્ટમાં ૧૮માં નંબરે છે. તેમની નેટવર્થ ૧૪૦ કરોડ ડોલર (૯૬૬૦ કરોડ રૂપિયા) છે. ઉલાલ પાસે અરિસ્તાના પાંચ ટકા શેર છે.

આઇટી કન્સલ્ટિંગ એન્ડ આઉટસોર્સિગ ફર્મ સિન્ટેલના ૬૪ વર્ષના કો-ફાઉન્ડર નીરજા શેઠી અમેરિકાના ચિેસ્ટ સેલ્ફમેડ વુમન લિસ્ટમાં ૨૩માં નંબરે છે, તેમની નેટવર્થ ૧૦૦ કરોડ ડોલર (૬૯૦૦ કરોડ રૂપિયા) છે.

સ્ટ્રીમીંગ ડેટા ટેકનોલોજી એન્ડ આઉટ સોર્સિગ ફર્મ સિન્ટેલના ૩૪ વર્ષના કો-ફાઉન્ડર નેહા નરખેડે ૬૦માં ક્રમે છે. તેમની નેટવર્થ ૩૬ કરોડ ડોલર (૨૪૮૪ કરોડ રૂપિયા) છે.

લિસ્ટમાં પહેલું નામ એબીસી સપ્લાય કંપનીનાં પ્રમુખ ડાએન હેન્ડ્રિકસનું છે. ૭૨ વર્ષના હેન્ડ્રિકસની નેટવર્થ ૭ અબજ ડોલર (૪૮,૩૦૦ કરોડ રૂપિયા) છે. બીજા નંબરે ઇ-બેનાં સીઇઓ ૬૨ વર્ષના મેગ વાઇટમેન છે, તેમની નેટવર્થ ૩.૮ અબજ ડોલર (૨૬,૨૨૦ કરોડ રૂપિયા) છે. ત્રીજા નંબરે લિટિસ સીરજસ પિત્ઝાના કો-ફાઉન્ડર મેરિયન ઇલિચ છે, તેમની નેટવર્થ ૩.૭ અબજ ડોલર (૨૫૫૩૦ કરોડ રૂપિયા) છે.

(11:51 am IST)