Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

૧લી જુલાઇથી SBIની લોન સસ્તી લોનમાં ૦.૨૫ ટકાનો ઘટાડો જાહેર

રીઝર્વ બેંકે રેપો રેટમાં કરેલા ઘટાડાનો સૌથી પહેલો ફાયદો આપશે SBI

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી રેપો રેટમાં ઘટડાનો ફાયદો એ સૌથી પહેલા SBI આપવા જઇ રહ્યો છે. SBI એ માર્ચ ૨૦૧૯માં જ તેમની બચત થાપણો અને લોન દર SBI રેપો રેટમાં જોડવાની જાહેરાત કરી હતી. તેથી જ SBI  ની વ્યાજ દરોમાં કરવામાં આવેલા ૦.૨૫ ટકાનો દ્યટાડનો ફાયદો SBI  ગ્રાહકોને તરત જ મળશે. ૧ જુલાઇથી તેની લિંકસ ૦.૨૫% સસ્તી થશે. SBI  ના બેંચમાર્કિંગ નિયમ હેઠળ આ પહેલ કરનાર SBI  દેશની પહેલી બેંક છે. SBI  ૧ લી મેથી લોનને લઇને મોટો ફેરફાર કરી ચુકી છે. બેંકના રેપો રેટને બેંક દરો સાથે જોડી દીધો છે. આ નિર્ણય એક લાખ રૂપિયાથી વધુની લોન પર લાગુ પડે છે.

શું છે એકસટર્નલ બેચમાર્કિંગ- એકસટર્નલ બેચમાર્કિંગ નિયમ હેઠળ લોન્સમાં ફ્લોટિંગ (પરિવર્તનીય) વ્યાજ દર રેપો રેટ અથવા ગવર્મેન્ટ સિકયોરિટીમાં રોકાણ પર યીલ્ડ જેવા બાહ્ય ધારકોને સાંકળવામાં આવશે. આ ફાયદો એ થશે કે આરબીઆઇ દ્વારા પોલિસી રેટ દ્યટાડતા અથવા વધારતા જ ગ્રાહકો માટે લોન પણ તરત જ સસ્તી અથવા મોંદ્યી થઇ જશે. હાલમાં બેન્કો તેના કર્જ પર પ્રિન્સિંપલ લેડિંગ રેટ (PLR) બેસ રેટ અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેંડિગ રેટ (MCLR) જેવા આંતરિક ધોરણો પર આધારિક નક્કી કરે છે.

તમામ SBI ગ્રાહકોને ફાયદો નથી - એસબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ, આરબીઆઇ દ્વારા નીતિ દરોમાં ફેરફાર કરવાનો ફાયદો ગ્રાહકોને તરત જ આપવાના ઉદેશ્યથી સેવિંગ ડિપોઝિટ અને તેના ટૂકા ગાળાના વ્યાજ દરના રેપોરેટથી જોડવાનો નિર્ણય પહેલી મે ૨૦૧૯થી લાગુ થશે. તેનાથી એસબીઆઇના તમામ ગ્રાહકોને ફાયદો નહીં મળે. નવો નિયમ માત્ર તે ખાતાઓ પર લાગુ થશે, જેની એક લાખ રુપિયાથી વધુ રકમ હોય.

(11:36 am IST)