Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

એમેઝોન ઉપર ભારતીય કંપનીએ પોતાની બ્રાન્ડનું નામ ભેંસની આંખ રાખ્યુ

નવી દિલ્હી: એક ભારતીય કંપનીએ પોતાની બ્રાંડનું નામ 'ભેંસની આંખ' રાખ્યું છે, જેનો આશય આશ્વર્ય અથવા આંચકો લાગવા સાથે છે. ચંપલોનું વેચાણ અમેઝોન ઇન્ડીયા પર થઇ રહ્યું છે અને કંપનીની એપમાં ભેંસ લખીને સર્ચ કરવાથી ભેંસની આંખ ચંપલો જોવા મળે છે. કંપની ચંપલો ઉપરાંત ઘણી પ્રોડક્ટ બનાવે છે.

ચંપલોની વ્યાજબી કિંમત રાખવામાં આવી છે અને ઘણા યૂજર્સે તેની પ્રશંસા પણ કરી છે. અમેઝોન પર પ્રોડક્ટ વિશે કંપનીને લખ્યું છે, ''લાંબા સમય સુધી કામના થાક બાદ અમારી ચંપલોને પહેરીને તમે આરામ અનુભવશો. શું તમે ગરમ, નરમ, મુલાયમ અને આરામદાયક ચંપલો ખરીદવા માંગો છો તો તમારા માટે છે.''

અમેઝોન પર ના ફક્ત 'ભેંસની આંખ' જેવું અપારંપરિક નામના બ્રાંડ્સ છે. પરંતુ તમે 'ડ્રંકેન વુમેન્સ સ્લિપ ઓન કાર્પેટ સ્લિપર્સ' અથવા 'ડ્રંકેન વુમેન્સ સ્ટ્રિપ્ડ બોનોટ વિંટર કાર્પેટ સ્લિપર્સ' પણ મેળવી શકો છો, જેનું નિર્માણ 'ડ્રંકેન' નામથી બ્રાંડ કરે છે.

(6:04 pm IST)