Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભગવા ધ્વજ ઉપર કોઈનો અધિકાર નથી : દિગ્વિજયસિંહ

એમપીની ભોપાલ સીટ પર ઉમેદવાર

ભોપાલ, તા.૮ : મધ્યપ્રદેશની ભોપાલ સીટ પર જોરદાર ટક્કર થનાર છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહની સામે ભાજપના સાધ્વ પ્રજ્ઞાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ મુકાબલાને હિન્દુત્વના જંગ અને ધર્મયુદ્ધ વચ્ચે રજુ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. ભોપાલમાં દિગ્વજયસિંહ માટે સાધુ-સંતોના રોડ શો દરમિયાન ભગવા ધ્વજ જોવા મળ્યા હતા. સાધુ સંતોના ટોળાની સાથે માર્ગ ઉપર ઉતરેલા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે ભગવા ઉપર કોઈનો પણ અધિકાર નથી. સાધુ સંતોએ પૂજા અર્ચના કરી હતી. ભોપાલમાં રોડ શોની શરૂઆત કરી હતી. સાધુ સંતોની આ ટોળકીનું નેતૃત્વ કોમ્પ્યુટર દાદા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં દિગ્વિજયસિંહ પર સાધુ સંતો સાથે દેખાયા હતા. રોડ શોમાં મોદી મોદીના નારા લાગતા આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું હતું. માર્ગની બાજુએ લોકોએ રોડ શો કરી રહેલા સાધુ સંતો વચ્ચે મોદીના નારા ગુંજ્યા હતા. આ સંદર્ભમાં મોદીના સમર્થનમાં નારાબાજી બદલ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

(7:40 pm IST)