Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

માયાવતીને પીએમ બનાવવા માટેના કામોમાં વ્યસ્ત છે

માયાવતી સીએમમાં મદદ કરશે : અખિલેશ યાદવ

લખનૌ, તા.૮ : પાંચમાં ચરણમાં મોટાભાગની રાજકીય પાર્ટીઓ હવે રાહતનો દમ લઈ રહી છે. પરિણામને લઈને એમ પણ માનવામાં આવી રહ્યું છે કે પરિણામ અંગે કઈપણ કોઈ નિવેદન કરવા તૈયાર નથી. પાંચમાં તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે આજે વાતચીત કરતા કહ્યું હતું કે માયાવતીને વડાપ્રધાન બનાવવાની ઈચ્છા તેમની રહેલી છે. બદલામાં માયાવતી તેમને મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરના છે. આ ખુબસૂરત ગઠબંધન તરીકે છે. આ મજબુરી નહીં બલ્કે એક સંકલ્પને લઈને ગઠબંધન બનાવવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદેથી દુર કરવા માટે ગઠબંધન રચવામાં આવ્યું છે. માત્ર મહાગઠબંધન જ ભાજપને સત્તાથી દુર રાખી શકે છે. આરએલડીને પણ મહાગઠબંધનમાં સામેલ કરાયું છે. અખિલેશ યાદવે કહ્યું છે કે ભારત જેવા દેશ માટે ભારતીય જનતા પાર્ટી મોટા ખતરા તરીકે છે. સમાજને વિભાજિત કરનાર પાર્ટી તરી છે. આવી પાર્ટીને તેઓ ટેકો આપી શકે નહીં. કોંગ્રેસ ઉપર અખિલેશે પ્રહાર કર્યા હતા.

(7:38 pm IST)