Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હરિયાણામાં ૧૦ સીટો પર ૩ મોટા મુદ્દાઓ રહેલા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાટ અને નોકરી હરિયાણામાં મુદ્દા છે : દેશને પોતાની સુરક્ષા માટે વધુ મજબૂત કર્યા વગર ભારત વર્લ્ડ પાવર બની શકે તેમ નથી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ અભિપ્રાય

કુરૂક્ષેત્ર, તા. ૮ : હરિયાણાની ૧૦ લોકસભા સીટ પર છઠ્ઠા તબક્કામાં મતદાન રવિવારના દિવસે યોજાનાર છે ત્યારે આ ચુંટણી રાજ્યમાં ત્રણ મુદ્દા ઉપર સૌથી વધારે ચર્ચા જોવા મળી રહી છે. જેમાં મોદી, જાટ સમુદાય અને નોકરીનો વિષય સામેલ છે. સૈનિકો સૌથી વધારે જે રાજ્યમાંથી આવે છે તેવા રાજ્ય હરિયાણામાં ફતેહાબાદમાં મોદીએ દેશની સુરક્ષાના મુદ્દા ઉપર વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે પોતાના દેશની સુરક્ષાને મજબૂત કર્યા વગર ભારત વર્લ્ડ પાવર બની શકે નહીં. કોંગ્રેસ અને મહાગઠબંધનના નેતા દેશના સંરક્ષણ મુદ્દા ઉપર વાત કરતા ભાગી રહ્યા છે. હરિયાણાના સંદર્ભમાં કહેવામાં આવે છે કે અહીં ૩૬ બીરાદરીના લોકો શાંતિથી રહે છે પરંતુ જાટ સમુદાયના હિંસક પ્રદર્શન બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. ચુંટણી પહેલા એક નવા શબ્દ ઉમેરાઈ ગયા છે. ૩૫ જુદા જુદા સમુદાય અને જાટ સમુદાયનો સમાવેશ થાય છે. હરિયાણામાં કુલ વસ્તી પૈકી ૨૭ ટકા જાટ સમુદાયની છે. હરિયાણાની રાજનીતિમાં જાટ મત માટે પરંપરાગત રીતે કોંગ્રેસ અને આઈએનએલડી વચ્ચે લડાઈ રહી છે. જોકે વર્ષ ૨૦૧૪માં આ ચિત્ર બદલાઈ ગયું છે. ભાજપે નવી સોશિયલ એન્જિનિયરીંગને પ્રોત્સાહન આપ્યું છે. ભાજપે ૯૦માંથી ૪૭ સીટો પર વિધાનસભામાં જીત મેળવી હતી. આ લાભને લેવા માટે ભાજપના મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવાયા હતા જે પંજાબી છે. ભારતીય જનતા પાર્ટી ૨૦૧૯માં પણ પોતાના રાજકીય પ્રયોગ ઉપર મક્કમ છે. વોટમાં જોરદાર વિભાગનની સ્થિતિ જોવા મળી રહી છે. આ વખતે નવા સમીકરણ પણ રચાઈ શકે છે. હરિયાણામાં ૧૦ સીટો છે પરંતુ ૩ મુખ્ય મુદ્દા છે.

(7:36 pm IST)