Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અવિરત વેચવાલી વચ્ચે સેંસેક્સ વધુ ૪૮૮ પોઈન્ટ ગગડીને બંધ

છેલ્લા ત્રણ દિવસમાં જ ૧૧૭૫ સુધીનો ઉલ્લેખનિય રીતે ઘટાડો : વૈશ્વિક બજારમાં મંદી અને તીવ્ર વેચવાલીની વચ્ચે બેન્ચમાર્ક ઈન્ડેક્સ ઘટાડાની સાથે બંધ : આરઆઈએલના શેરમાં ૮ સપ્તાહની નીચી સપાટી રહેતા ચિંતા

મુંબઇ,તા. ૮ : બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં આજે સતત છઠ્ઠા કારોબારી સેશનમાં મંદી રહી હતી. વૈશ્વિક બજારોમાં મંદી અને અન્ય પરિબળો વચ્ચે શેરબજાર આજે તીવ્ર ઘટાડા સાથે બંધ રહેતા કારોબારીઓ નિરાશ દેખાયા હતા. બીએસઈ સેન્સેક્સ ૪૮૮ પોઈન્ટ ઘટીને ૩૭૭૯૦ની સપાટીએ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. એશિયન પેઈન્ટના શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં આજે નોંધાયેલા ઘટાડામાં રિલાયન્સની ૧૫૩ પોઈન્ટની ભૂમિકા રહી હતી. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્ષચેન્જમાં બ્રોડર નિફ્ટી ૧૩૮ પોઈન્ટ ઘટીને ૧૧૩૫૯ની નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ૧૧૪૦૦થી પણ નીચી સપાટીએ રહેલો છે. ૫૦ ઘટકો પૈકી ૪૦માં મંદી અને ૧૦માં તેજી રહી હતી. તમામ સેકટરલ ઈન્ડેક્સમાં આજે મંદી રહી હતી. મીડિયાના શેરમાં સૌથી વધુ કડાક બોલાયો હતો. રિયાલીટી અને પીએસયુ બેન્કના શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મીડિયા ઈન્ડેક્સમાં ૧૦૧ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૧૩૪ નોંધાઈ હતી. આરઆઈએલના શેરમાં આજે સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. તેના શેરમાં આઠ સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. છેલ્લા ત્રણ કારોબારી દિવસોમાં તેના શેરમાં સાત ટકાનો ઘટાડો થઈ ચુક્યો છે. વોડાફોન-આઈડિયાના શેરમાં ૧૨ ટકાનો ઘટાડો નોંધાતા તેની સપાટી ઉલ્લેખનિય રીતે ઘટી ગઈ છે. છેલ્લા બે કારોબારી દિવસોમાં તેના શેરમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે. આ શેર સાત ટકા ઘટીને ૧૪.૩૫ની સપાટીએ રહ્યો હતો. બેન્ચમાર્કની જેમ જ બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૧૪૦ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૩૮૩ નોંધાઈ હતી. જ્યારે સ્મોલકેપમાં સપાટી ૧૪૧૨૯ રહી હતી. તેમાં ૧૭૨ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિયોજેન કેમિકલના શેરમાં આજે લિસ્ટેડ થયા બાદ કિંમત ૨૫૧ રહી હતી. શેરબજારમાં ગઈકાલે મંગળવારના દિવસે છેલ્લા કલાકમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૩૨૪ પોઇન્ટ ઘટીને ૩૮૨૭૭ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૦૦ પોઇન્ટ ઘટીને ૧૧૪૯૮ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે સોમવારના દિવસે કારોબારના અંતે સેન્સેક્સ ૩૬૩ પોઈન્ટ ઘટીને ૩૮૬૦૦ની નીચી સપાટીએ રહ્યો હતો. આવતીકાલે ગુરૂવારે એચસીએલટેક અને અપોલો ટાયરના પરિણામ જાહેર કરાશે. શુક્રવારના દિવસે મૂડીરોકાણકારો દ્વારા ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા જારી કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ૨૦ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. મેન્યુફેકચરીંગ સેકટરમાં સીધી અસર જોવા મળી રહી છે.વિદેશી ફંડ પ્રવાહની વાત કરવામાં આવે તો ૩ મહિનામાં ૭૨૩૯૪ કરોડ ઠાલવી દેવામાં આવ્યા છે. એપ્રિલ મહિનામાં મૂડી પ્રવાનો આંકડો ૨૧૧૯૩ કરોડ રૂપિયાનો રહ્યો છે.  નવા કારોબારી સેશનમાં રહેનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચેની વેપાર મંત્રણાનો સમાવેશ થાય છે. ચીની પ્રતિનિધિમંડળ બુધવારના દિવસે અમેરિકા પહોંચશે અને  સૂચિત વેપાર સમજૂતિ ઉપર ચર્ચા કરશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે ચીન સાથેની વેપાર મંત્રણા ખૂબ સારી રીતે આગળ વધી રહી છે. બેજિંગ સાથે વેપાર વિવાદને ટૂંકમાં જ ઉકેલી લેવામાં આવશે.

છેલ્લા ૩ દિવસમાં કડાકો

મુંબઈ, તા. ૮ : શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૧૭૫ પોઈન્ટનો ઉલ્લેખનિય ઘટાડો થઈ ચુક્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં થયેલા ઘટાડાનું ચિત્ર નીચે મુજબ છે.

વાર........................................... સેન્સેક્સમાં ઘટાડો

સોમવાર....................................................... ૩૬૩

મંગળવાર..................................................... ૩૨૪

બુધવાર........................................................ ૪૮૮

કુલ…………………………………………………………૧૧૭૫

(7:33 pm IST)