Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હચમચાવી નાખે તેવી ઘટના

પતિ સામે પત્ની ઉપર ગેંગરેપ

રાજસ્થાનની ઘટનાઃ ૩ કલાક ચાલ્યો હવસનો ખેલઃ પાંચ નરાધમોનું કૃત્ય

જયપુર, તા. ૮ :  ગેંગરેપની એક હચમચાવીને મૂકી દે તેવી ઘટના રાજસ્થાનના અલવર જિલ્લામાં નોંધાઈ છે. જેમાં પતિ સાથે બાઈક પર ખરીદી કરવા જઈ રહેલી એક યુવતીને પાંચ શખ્સોએ આંતરીને માટીના ઢૂવા વચ્ચે લઈ જઈ તેના પર ગેંગરેપ ઉજાર્યો. ચોંકાવનારી વાત એ છે કે, આ યુવતી જેટલો પણ પ્રતિકાર કરતી તેટલો નરાધમો તેનો વધારે બળાત્કાર કરતા હતા.

અલવર જિલ્લાના થાણાગાજી ગામ પાસે બનેલી આ દ્યટનામાં અવાવરું સ્થળે પતિ-પત્નીને અટકાવી પાંચ લોકો તેમને માટીના ઢૂવા વચ્ચે લઈ ગયા હતા. જયાં પતિ-પત્નીને નગ્ન કરી પહેલા તો ફટકારવામાં આવ્યા હતા. આખરે પતિને બચાવવા માટે મહિલા નરાધમોના તાબે થઈ હતી, જયાં ત્રણ કલાક સુધી તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો, અને તેના ૧૧ વીડિયો બનાવવામાં આવ્યા હતા.

આ દ્યટના બાદ પતિ-પત્ની પાસે પહેરવા માટે કપડાં પણ નહોતા. આખરે રેપ ગુજારનારા હવસખોરોએ કપડાં આપવા માટે પણ તેમની પાસેથી બે હજાર રૂપિયા પડાવ્યા હતા. ઘરે પહોંચેલા પતિ-પત્નીએ આ અંગે પહેલા તો કોઈને કશીય વાત નહોતી કરી. જોકે, બળાત્કારીઓએ તેમને વીડિયોના આધારે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેમની પાસેથી વીડિયો ડિલિટ કરવાના ૯,૦૦૦ રૂપિયા માગવામાં આવ્યા હતા.

પીડિતાના દિયરના જણાવ્યા અનુસાર, તેનો ભાઈ જયપુરમાં નોકરી કરતો હતો અને ભાભી ગામડે માતા-પિતા સાથે રહેતા હતા. ૨૬જ્રાક એપ્રિલે તેઓ ખરીદી કરવા અલવર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેમને રસ્તામાં પાંચ લોકોએ આંતર્યા હતા. તેમનું બાઈક ખાડામાં ફેંકી દેવાયું હતું, અને તેમને માટીના ઢૂવા વચ્ચે ઢસડીને લઈ જવામાં આવ્યાં હતાં.

પતિ-પત્નીને પોતાના કપડાં ઉતારવા ફરજ પાડવામાં આવી હતી, અને તેમના વીડિયો બનાવવામાં આવ્યા હતા. પાંચેય લોકોએ પતિને લાકડીથી ફટકાર્યો હતો, અને મહિલાને પણ મારી હતી. મહિલાએ પ્રતિકાર કર્યો હતો, પરંતુ તે જેટલો પ્રતિકાર કરતી તેટલી તેઓ તેને વધુ મારતા. પોતાના પતિનો જીવ બચાવવા આખરે મહિલા બળાત્કારીઓના તાબે થઈ ગઈ હતી. ત્રણ કલાક સુધી તમામ નરાધમોએ વારાફરથી મહિલા પર ગેંગરેપ કર્યો હતો.

આ દ્યટનાના બાદ બંને પતિ-પત્ની એટલા બધા ડરેલા હતા કે તેના વિશે કોઈને વાત કરવાની પણ તેમનામાં હિંમત નહોતી. ત્રણ દિવસ બાદ બળાત્કારીઓએ તેમને ફોન કરી વીડિયો ડિલિટ કરવાના ૯,૦૦૦ રુપિયા માગ્યા હતા. આ દરમિયાન સોમવારે આ દ્યટનાના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી દેવાયા હતા, અને ત્યારે સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.

સમગ્ર રાજસ્થાનમાં આ દ્યટનાએ હાહાકાર મચાવ્યો છે. એકશનમાં આવેલી સરકારે અલવર જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરી દીધા છે, અને સમગ્ર તપાસ ઉચ્ચ સ્તરે સોંપી દેવાઈ છે. રાજસ્થાનના ડીજીપીના જણાવ્યા અનુસાર એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પોલીસની ૧૪ ટીમો આરોપીઓને પકડવા કાર્યરત છે.

(3:48 pm IST)