Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મતદાન જાગૃતિ માટે યુગલ મિત્રો સાથે ર૧ કિલોમીટર દોડીને મત આપવા ગયું

ઝુંઝુનુ, તા. ૮ : સોમવારે રાજસ્થાનના ઇન્ડિયન રેવન્યુ સર્વિસિસના અધિકારી સુશીલ કુલ્હાડી તેમના પત્ની અને કેટલાક દોસ્તો સાથે મત આપવા જવા માટે ર૧ કિલોમીટરની હાફ મેરથોન દોડયા હતા. હાલમાં સુશીલ કુલ્હાડીનું પોસ્ટીંગ જયપુરમાં છે. તેઓ ઝુંઝુનુ શહેરથી ર૧ કિલોમીટર દૂર વાંસ ગામમાં આવેલું છે. સોમવારે સવારે સુશીલ કુલ્હાડીએ તેમના પત્ની અને મિત્રો સાથે સવારે પોણા છ વાગ્યે ઝુંઝુનુ કલેકટરેટથી દોડવાનું શરૂ કરેલું. બે કલાક દોડ લગાવીને તેઓ વાંસના મતદાન મથકે પહોંચ્યા હતાં અને વોટ આપ્યો હતો. તેમનું કહેવું હતું કે આ રીતે તેઓ બીજા લોકોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માગતા હતા. સુશીલ કુલહાડીની સાથે તેમના કેટલાક સહકર્મીઓ અને મિત્રો પણ હાફ મેરથોનનો હિસ્સો બન્યા હતાં.

(11:40 am IST)