Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સંસદમાં મહીલાઓ કેમ ઓછી ચૂંટાય છે?

એક અભ્યાસ અનુસાર મહિલા ઉમેદવારને મત આપવામાં મતદારો ઓછી રૂચી રાખે છે : મોટા પક્ષો ઓછી ટિકીટ આપે છે

નવી દિલ્હી તા. ૮ :.. આ વખતની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને તૃણમૂલ કોંગ્રેસનો નિર્ણય છે કે તે લગભગ એક તૃત્યિાંશ ટીકીટો મહીલાઓને આપશે. આના કારણે એવું લાગે છે કે આ વખતની સંસદમાં વધારે મહીલાઓ હશે.

ર૦૦૯, ર૦૧૪ ની ચૂંટણી માટે સી.એસ. ડી.એમ. લોકનીતિએ મહિલા ઉમેદવારોને મત આપવાના મતદારોના ટ્રેડનો અભ્યાસ કર્યો છે. જેના અનુસાર, મતદારો મહિલા ઉમેદવારને મત આપવામાં રસ નથી દાખવતા. જો કે આદિવાસીઓના પરિસ્થિતિ આ બાબતે સારી છે. સામાજીક સમુહોમાં આદિવાસી સમાજમાં લોકો મહિલા ઉમેદવારોને પણ ઉદારતાથી મત આપે છે.

બે મોટા રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ અને ભાજપાની વાત કરીએ તો બન્નેએ કુલ ટીકીટના છઠ્ઠા ભાગથી પણ ઓછી ટીકીટો મહીલાઓને આપી છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન ઘણીવાર જે રીતે મહીલાઓ ઉપર બયાન કરાય છેતે જોતા એવું લાગે છેકે દેશની રાજનીતિમાં હજુ પણ મહીલાઓ માટેનો માર્ગ સરળ નથી.

કેટલાક જૂના અભ્યાસમાં પણ એવું જણાવાયું છે કે લોકોમાં મહીલાઓને મત આપવા બાબતે પૂર્વ ગ્રહ હોય છે. ખાસ કરીને ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં લોકો મહીલાઓને ઓછા મત આપે છે. રાજકીય પક્ષો પણ મહીલાઓને જીતના ઉમેદવાર ન ગણતા હોવાથી તેમને ટીકીટ આપવામાં લાપરવાહી દર્શાવે છે.

(11:27 am IST)