Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

૨૧ પક્ષો હાથ મિલાવી પહોંચશે રાષ્ટ્રપતિના દરબારમાં

મોદીને ફરી પીએમ બનતા રોકવા વિપક્ષે ઘડી રણનીતિ

નવીદિલ્હી, તા.૮: લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે હજુ બે ચરણોનું મતદાન બાકી છે. તે પહેલા દરેક પાર્ટી પોતપોતાની રણનીતિ તૈયાર કરી રહી છે. આ દરમિયાન સૂત્રોનું માનીએ તો વિપક્ષની યોજના છે કે તેઓ મતદાન પૂરું થયા બાદ રાષ્ટ્રપતિને મળશે અને તેઓને એ વાત પર રાજી કરવાનો પ્રયાસ કરશે કે જો ખંડિત જનાદેશ મળશે તો તેઓ સૌથી મોટા દળને સરકાર બનાવવા માટે આમંત્રિત ન કરે.

NDTVના એક રિપોર્ટ મુજબ સૂત્રોએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપનો વિરોધ કરી રહેલી ૨૧ પાર્ટીઓ એક પત્ર પર સહી કરવાની યોજના બનાવી રહી છે. તેમનું કહેવું છે કે એકવાર પરિણામ આવી જાય તેની તરત બાદ તેઓ વૈકલ્પિક સરકાર માટે રાષ્ટ્રપતિને દળોના સમર્થનનો પત્ર આપવા માટે તૈયાર રહેશે.

સૂત્રો મુજબ, આ અસામાન્ય પગલું આ કારણથી ઉઠાવવામાં આવી રહ્યું છે જેથી રાષ્ટ્રપતિ કોઈ મોટા દળને સરકાર બનાવવાની તક ન આપે જેનાથી ક્ષેત્રીય પાર્ટીઓ અને ગઠબંધનોમાં ફૂટ પડે. ૫૪૩ સીટોવાળી લોકસભામાં સરકાર બનાવવા માટે ૨૭૪ સીટોની જરૂર છે.

વર્ષ ૧૯૯૮માં કેઆર નારાયણને સરકાર બનાવવા માટે આમંત્રિત કરતાં પહેલા અટલ બિહારી વાજપેયીથી દળોને સમર્થન પત્ર માંગ્યો હતો. તે સમયે બીજેપીની ૧૭૮ સીટો હતી અને ગઠબંધનની પાસે ૨૫૨ સીટો હતી. આ સરકાર ૨૦ મહિના બાદ ૧ વોટના કારણે પડી ગઈ હતી.

વર્ષ ૨૦૧૪થી લોકસભા ચૂંટણીમાં બીજેપીએ ૨૮૨ સીટો જીતી હતી. બીજેપીની નેતૃત્વવાળી એનડીએની પાસે લોકસભામાં ૩૩૬ સીટો હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણનું મતદાન ૧૨ મે અને સાતમા ચરણનું મતદાન ૧૯ મેના રોજ થશે. ૨૩ મેના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે.

(10:01 am IST)