Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ભાગેડુ વિજય માલ્યાને જોરદાર ઝટકો:યુકેની કોર્ટમાં ભારતીય બેન્કોએ કરેલ 10 હજાર કરોડનો કેસ હાર્યા

જજે સપતિઓને ફ્રીઝ કરવાના આદેશને પલટાવાની માંગ પણ ઠુકરાવી દીધી

 

નવી દિલ્હી :બેન્કમાંથી લોન લઇ દેશ છોડી ભાગી ચૂકેલ વિજય માલ્યાને  જોરદાર ઝટકો લાગ્યો છે માલ્યા યુકેમાં ભારતીય બેન્કો દ્વારા ફાઇલ કરેલ કેસ હારી ગયા છે. બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે મોટાપાયે કરેલી ધાંધલીના આરોપોની વચ્ચે બેન્કોને માલ્યા પાસેથી 10,000 કરોડ રૂપિયાનો કેસ દાખલ કર્યો હતો.

   લંડનમાં જજ અંડ્રુયુ હેનશૉએ મંગળવારના રોજ કહ્યું કે IDBI બેન્ક સહિત લેન્ડર્સ ભારતીય કોર્ટના નિર્ણયને લાગૂ કરી શકે છે, જેમાં માલ્યા પર આરોપ મૂકાયો હતો કે તેમણે જાણી જોઇને હવે બંધ પડેલી પોતાની કિંગફિશર એરલાઇન્સ માટે અંદાજે 1.4 અબજ ડોલરની લોન લીધી હતી. જજે માલ્યાની સંપત્તિઓને દુનિયાભરમાં ફ્રીઝ કરવાનો આદેશ પલટવાની માંગ પણ ઠુકરાવી દીધી.

  અત્રે ઉલ્લેખનીય છે કે 62 વર્ષના માલ્યા યુકેમાં નહીં ભારતમાં પણ કેટલાંય કેસનો સામનો કરી રહ્યાં છે. જેમાં ફ્રોડ અને મની લોન્ડ્રિંગના આરોપો સાથે જોડાયેલા કેસ સામેલ છે. એક વર્ષ પહેલાં તેમની લંડનમાં ધરપકડ કરાઇ હતી અને હવે તેઓ પ્રત્યર્પણથી બચવા માટે એક બીજી કોર્ટમાં કાયદાકીય લડાઇ લડી રહ્યાં છે. સુનવણી બાદ માલ્યાના વકીલોએ ટિપ્પણી કરવાની ના પાડી દીધી.

જજ મંગળવારના રોજ ચુકાદા પર અપીલ કરવાની અનુમતિ પણ આપી નથી. તેનો મતલબ થયો કે વકીલોને હવે સીધી કોર્ટ ઓફ અપીલમાં અરજી દાખલ કરવી પડશે.

(11:39 pm IST)