Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

લાલુપ્રસાદે પુત્ર તેજપ્રતાપના લગ્ન માટે પાંચ દિવસના પેરોલ માંગ્યા

12મીએ તેજપપ્રતાપના લગ્ન :પેરોલ મળશે કે કેમ ?મેડિકલ રિપોર્ટ પર રહેશે નિર્ભર

નવી દિલ્હી :રાષ્ટ્રીય જનતાદળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે તા: 12મેંનાં રોજ થનારી પોતાનાં દિકરા તેજપ્રતાપનાં લગ્ન માટે 5 દિવસની પેરોલની માંગ કરી છે. જો લાલુની તબીયત ખરાબ રહી તો રિમ્સ પ્રશાસન તેમને પેરોલ માટે મનાઈ પણ કરી શકે છે.

  દરમિયાન  રાષ્ટ્રીય જનતા દળ (RJD) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનાં નજીકનાં RJD વિધાયક ભોલા યાદવે સરકાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે સરકારનાં ઈશારે રાંચી સ્થિત રિમ્સ હોસ્પિટલ પ્રશાસન RJDનાં અધ્યક્ષનાં આરોગ્ય સાથે છેતરપીંડી કરી રહ્યાં છે.તેમણે કહ્યું કે લાલુની સ્થિતિ પ્રતિદિન ખરાબ થતી જઈ રહી છે. તેઓ ઉભા પણ નથી થઈ શકતાં. તેમનાં મેડીકલ રિપોર્ટ સાથે છેડછાડ જ કરવામાં આવી રહી છે.

 સાંસદનાં આ નિવેદનથી લાલુની પેરોલ અટકી શકે છે. લાલુએ 12મેંનાં રોજ થનારી પોતાનાં દિકરા તેજપ્રતાપનાં લગ્ન માટે 5 દિવસની પેરોલની માંગ કરી છે. જો લાલુની તબીયત ખરાબ રહી તો રિમ્સ પ્રશાસન તેમને પેરોલ માટે મનાઈ પણ કરી શકે છે.

ભોલા યાદવે વધુમાં કહ્યું હતું કે રિમ્સ પ્રશાસન પ્રાઈવેટ લેબનાં ખોટાં પરીક્ષણ રિપોર્ટનાં આધારે લાલુનું મેડીકલ બુલેટીન તપાસ કરી રહ્યાં છે. તેઓએ લાલુની બિમારી સાથે સંબંધિત તમામ તપાસ બીજી વાર કરવાની માંગ કરી છે.

(8:58 pm IST)