Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

જમ્મુ-કાશ્મીરની પોલીસ પર ભરોસો રાખોઃ સીબીઆઇ તપાસની કોઇ જરૂર નથીઃ મહેબુબા

સુપ્રીમના આદેશથી જમ્મુ-કાશ્મીર પોલીસનું નૈતિક બળ મજબુત થશેઃ મુફતી

 જમ્મુઃ તા.૭ કઠુઆના ગેંગરેપ અને હત્યાના કેસમાં સુપ્રીમકોર્ટના આદેશનું સ્વાગત કરતા જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબુબા મુફતીએ જણાવ્યું હતુ કે સુપ્રીમકોર્ટના આદેશથી જમ્મુ-કાશ્મીર પોલીસનું નૈતિકબળ મજબુત થશે. તેમણે જણાવ્યું કે પોલીસ પર ભરોસો રાખો. આ કેસમાં ખરેખર સીબીઆઇ તપાસની કોઇ જરૂર નથી. તેમણે એવુ પણ જણાવ્યું કે જો તમે જમ્મુ - કાશ્મીર પોલીસ  પર ભરોસો નહિ કરો તો રાજયમાં વિશ્વાસ કરવા લાયક અન્ય કોઇ પણ  નથી. ક્રાઇમબ્રાંચની ટીમના અધિકારીઓના ધર્મ અને પ્રદેશ વિશે પ્રશ્ન કરવાની બાબત ખતરનાક અને શરમજનક છે. તપાસ વિશે પ્રશ્ન કરનારાઓ સ્થાપિત હિતો ધરાવે છે અને તેઓ અપરાધીઓને બચાવવા માંગે છે. રાજયમાં મુફતીની પીડીપીના ભાગીદાર ભાજપે સીબીઆઇ તપાસની માંગણીને સમર્થન આપ્યું હતુ. ભાજપના રાજય એકમે પોલીસ તપાસ સામે પ્રશ્ન કરતો વિડીયો જારી કર્યો છે.

(3:40 pm IST)