Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

રેલવે કર્મચારીઓની દેશભરમાં 72 કલાકની ભૂખ હડતાલ શરુ

સાતમા પગારપંચની ભલામણ લાગુ નહીં થવા અને ખાનગીકરણ પ્રયાસનો વિરોધ

નવી દિલ્હી :રેલવે કર્મચારીઓના યુનિયનોએ સાતમા પગાર પંચની ભલામણો લાગુ નહીં પાડવાના અને ખાનગીકરણના પ્રયાસો વિરોધમાં  દેશભરમાં ૭૨ કલાકની ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. રેલવેના કર્મચારી યુનિયનોની આ હડતાળથી કેટલીય સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

    ઓલ ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશને (એઆઈઆરએફ) જણાવ્યું હતું કે તેમની કેન્દ્ર સરકારના સંગઠનો, ગૃહપ્રધાન, નાણાપ્રધાન, રેલવે પ્રધાન અને રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન સાથે કેટલીય બેઠકો થઈ હતી, પરંતુ તેમના પ્રશ્નો અંગે કોઈ નિર્ણય કે કાર્યવાહી કરવામાં આવી નથી.

   આજથી શરૂ થયેલાં અનશન ૧૧ મે સુધી સતત ૭૨ કલાક સુધી ચાલશે. તેનાથી રેલવે સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. સાથે ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી શકે છે. કેન્દ્ર સરકારના રેલવે કર્મચારીઓની માગણી પર વિચારણા કરવા સરકારને અનેક વખત અનુરોધ કરવામાં આવ્યો છે, પરંતુ તેનું કોઈ ફળદાયી પરિણામ આવ્યું નથી.

   આજે બે વર્ષ વીતી ચૂક્યાં છે તેમ છતાં કર્મચારીઓની માગણીમાં સાતમું પગાર પંચ લાગુ કર્યા બાદ રહી ગયેલી વિસંગતતાઓ દૂર કરવાની માગણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એનપીએસના દાયરામાં આવતા તમામ કર્મચારીઓ માટે પેન્શનની ગેરંટી અને ફેમિલી પેન્શનની જોગવાઈ, ખાનગીકરણા પ્રયાસો બંધ કરવા વગેરે માગણીનો સમાવેશ થાય છે.

(1:40 pm IST)