Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ભાજપના વરિષ્‍ઠ નેતાએ ૩ વર્ષ સુધી શિયળ લૂંટયુઃ અત્‍યાચાર - બ્‍લેકમેલીંગ કર્યું

જો પોલિસ પગલા નહિ લ્‍યે તો જીવ આપી દઇશઃ મારી નાખવાની ધમકી મળે છે : અશ્‍લિલ વિડીયો બનાવ્‍યોઃ યુવતીના વાળ કાપી લીધાઃ પત્રકારો સમક્ષ યુવતી દ્વારા મૂંડન

આગરા તા. ૮ : યુપીમાં વધુ કે મહિલાએ ભાજપના નેતા વિરુદ્ધ બળાત્‍કારનો આરોપ મુક્‍યો છે આ મહિલાએ ભાજપના એક નેતા સામે બળાત્‍કાર અને ત્‍યારબાદ અત્‍યાચારનો ગંભીર આરોપ લગાવ્‍યો છે. એટલુ જ નહીં પણ આ મહિલા તેની આપવિતી કહેતા પોતાનું મુંડન પણ કરાવ્‍યુ છે. આ મહિલા વકીલ છે અને તેણીએ ભાજપના નેતા સતિશ શર્મા પર બળાત્‍કારનો આરોપ લગાવ્‍યો છે. સતિશ શર્માએ તેણીને ત્રણ વર્ષ સુંધી સતત માનસિક ત્રાસ આપ્‍યાનો પણ આક્ષેપ કર્યો છે. આ મહિલાએ એવું કહ્યું કે, શર્માએ તેનો અશ્‍લિલ વિડીયો પણ બનાવ્‍યો અને એ વિડીયોના આધારે તેનું બ્‍લેકમેઇલીંગ કર્યું હતું

પિડીતાએ પત્રકારોને તેની આપવિતી કહી હતી અને પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન જ તેણે કાતરથી પોતાનું મુંડન કર્યું હતું. તેણે એવો આક્ષેપ કર્યો કે જયારે તે પોલીસ સ્‍ટેશન ગઇ ત્‍યારે પોલીસે તેની ફરિયાદ લીધી નહીં. જયારે પોલીસે ફરીયાદ લીધી ત્‍યારે તેમણે શર્મા સામે કોઇ પગલા લીધા નહીં. શર્માએ મારા માથાના ઘણા વાળા કાપી નાંખ્‍યા છે એટલે હું હવે મુંડન કરી નાંખુ છુ. તે ભાજપનો મોટો નેતા છે અને બધા લોકો તેને છાવરે છે. હું ગભરાઇ ગઇ છુ અને તે મારા પરિવારને ધમકાવે છે. હું દલિત છુ એટલા માટે મારે આ સહન કરવું પડે છે.

આ મહિલાએ જણાવ્‍યું હતું કે મેં અવધ બાર એસોસિયેશનને પણ ફરિયાદ કરી છે પણ આમ છતાં કશુ થયુ નથી. મારા પરિવારના સભ્‍યોને મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે અને મને આ કેસ પાછો ખેંચવા માટે પૈસાની લાલચ અપાઇ રહી છે.

પિડીતા એ ચિમકી આપી હતી, કે જો પોલીસ આરોપી સામે કોઇ પગલા નહીં લે તો તે આત્‍મહત્‍યા કરશે.

(12:07 pm IST)