Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ભારતીય બંધકોને મુક્ત કરાવવામાં કોઈ કસર નહીં છોડીએ:અફઘાનિસ્તાનના વિદેશમંત્રીનું આશ્વાશન

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સલાહુદ્દીન રબ્બાનીએ ભારતીય રાજદૂત વિનય કુમારને આશ્વાસન આપ્યું છે કે તે ભારતીય એન્જિનીયરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને મુક્ત કરવામાં કોઇ કસર નહીં છોડીએ.
    અફઘાન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, 'રબ્બાનીએ ભારતીય રાજદૂત સાથેની વાતચીતમાં વિશ્વાસ અપાવ્યો છે કે અફઘાન સુરક્ષા દળો એન્જિનીયરોને બચાવવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં કોઇ કસર નહીં છોડે.'

   અત્રે ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પણ અફઘાન સરકારને અપીલ કરી છે કે તેઓ અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંતમાં તાલિબાન દ્વારા બંધક ભારતીય એન્જિનીયરોની મુક્તિમાં દરેક મદદ કરશે.

આતંકવાદીઓએ એન્જિનીયરોને રવિવારના રોજ બાગલાનના એક વિસ્તારથી બંધક બનાવી દીધા હતાં. આરપીજી સમૂહની કંપની કેઈસી ઇન્ટરનેશનલમાં કાર્યરત આ ભારતીય એન્જિનીયર અફઘાનિસ્તાનમાં એક વીજળી સબસ્ટેશન લગાવવાની યોજનામાં કામ કરી રહ્યાં હતાં.

   પ્રાંતીય પોલીસના પ્રમુખ જબીઉલ્લા શૂઝાએ કહ્યું કે પ્રારંભિક સૂચના પ્રમાણે બંધક એન્જિનીયરની હાલત બરાબર છે. તેમણે કહ્યું કે અધિકારી તેમની જગ્યા શોધવા અને તેને મુક્ત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

(12:05 pm IST)