Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ઇઝરાયલ યાત્રામાં જાપાનના વડાપ્રધાનને 'જૂતા 'માં પીરસાયું ભોજન

 

જાપાનના વડાપ્રધાન શિંજો આંબે અને તેમના પત્ની જયારે ઇઝરાયલી વડાપ્રધાન બેન્યામીન અને તેની પત્ની સારા નેતન્યાહુ સાથે ઇઝરાયલી વડાપ્રધાનના સત્તાવાર નિવાસ્થાને ડિનર મટે ગયા ત્યાં ડેઝર્ટ ''જૂતા 'માં પીરસાયું હતું

  ઇઝરાયલના સેલિબ્રિટી શેફ મોશે સેગવ જે વડાપ્રધાનના અંગત શેફ છે તેઓએ શાનદાર ડિનરના અંતે ડેઝર્ટના રૂપમાં પસંદગીની ચોકલેટ ધાતુના 'જૂતા ';માં રાખીને રજૂ કરી હતી

  જાપાની સંસ્કૃતિમાં જૂતાને બેહદ અપમાનજનક મનાય છે  અંબેએ તો જૂતા માં રજૂ કરાયેલ ડેઝર્ટ કોઈપણ પ્રકારના હિચકિચાહટ વગર ખાધું પરંતુ જાપાની અને ઇઝરાયલી રાજનેતાઓએ વાત ગળે ઉતરી નથી .

  જાપાન પર નજર રાખનારા વિશ્લેષકો પણ ચોકી ઉઠ્યાં છે

(12:00 am IST)