Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કુવૈતમાં અદનાન સામી અને તેના સ્ટાફ સાથે દુર્વ્યવહાર : ''ઇન્ડિયન ડોગ ''કહેવાયા :સુષ્મા સ્વરાજે વ્યક્ત કરી ચિંતા

મુંબઈ :બોલિવૂડના ગાયક અદનાન સામીને કુવૈતમાં કડવો અનુભવ થયો હતો તેણે હાલમાં જ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. સામીએ ટ્વિટ કરીને લખ્યું છે કે,કુવૈતન એરપોર્ટ પર તેનાં સ્ટાફની સાથે દૂર્વ્યવહાર થયો છે. અને તેમને 'ઇન્ડિયન ડોગ્સ' કહેવામાં આવ્યા છે. અદનાન સામીએ તેની ટ્વિટમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ટેગ કર્યા હતાં. જે બાદ આ મામલે સુષમા સ્વરાજે એક્શન લીધું છે. અદનાનનાં ટ્વીટ બાદ તેમણે લખ્યું કે, તે તેમને તરત કોલ કરે.તેનાં જવાબમાં અદનાને લખ્યું, 'આપની ચિંતા માટે આભાર. સુષમા સ્વરાજથી મારી વાતચીત ચાલુ છે. અને તે અમારા લોકોનું ધ્યાન રાખી રહ્યાં છે. મને ગર્વ છે કે તે આપણી વિદેશ મંત્રી છે.'

(12:00 am IST)