Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

જીએસટી / સર્વિસ ટેક્સ ભરવામાંથી વકીલોને મુક્તિ આપવામાં આવી છે : નોટિસ આપીને તેમને હેરાન નહીં કરો: ઓરિસ્સા હાઇકોર્ટની ખંડપીઠનો જીએસટી કમિશ્નરને આદેશ

ઓરિસ્સા : ઓરિસ્સા હાઇકોર્ટની ખંડપીઠે જીએસટી કમિશ્નરને આદેશ આપતા જણાવ્યું છે કે જીએસટી / સર્વિસ ટેક્સ ભરવામાંથી  વકીલોને મુક્તિ આપવામાં આવી છે. તેથી નોટિસ આપીને તેમને હેરાન નહીં કરવા અધિકારીઓને સૂચના આપવા જણાવ્યું છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે અમોને મળેલી વિગત મુજબ વકીલોને  જીએસટી / સર્વિસ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે તે બાબત જાણતા હોવા છતાં જીએસટી અધિકારીઓ વકીલોને જીએસટી ભરવા નોટિસ મોકલી હેરાન કરે છે. અદાલત તે અંગે ખેદ  વ્યક્ત કરે છે . અને જણાવ્યું હતું કે પ્રેક્ટિસ કરતા  વકીલોને  ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ ફટકારી હેરાન કરવા ન જોઈએ.

આથી મુખ્ય ન્યાયાધીશ એસ મુરલીધર અને ન્યાયાધીશ બી.પી.ની બનેલી ખંડપીઠે હવે પછી વકીલોને આ બાબતે હેરાન કરવામાં ન આવે તેવો લાગતા  વળગતા અધિકારીઓને આદેશ કર્યો હતો.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:23 pm IST)
  • મહારાષ્ટ્રના રાજકારણમાં ધડબડાતી : મુંબઇ એન્ટિલિયા કેસમાં રોજ નવા નવા ધડાકાઓ થઈ રહ્યા છે. મળતા અહેવાલો મુજબ સચિન વાજેએ કોર્ટમાં લેખિત નિવેદન આપીને નવો ખુલાસો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની સાથે પરિવહન પ્રધાન અનિલ પરબે પણ તેને ગેરકાયદેસર વસૂલાત માટે લક્ષ્યાંક આપ્યા હતા. access_time 11:29 pm IST

  • પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત : બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કાર ઉપર હુમલો : જે ગાડીમાં બેઠા હતા તેનો કાચ તૂટ્યો : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ઉપર આરોપ access_time 8:45 pm IST

  • લગભગ દોઢ મહિના પછી, પૂર્વી લદ્દાખને અડીને LAC પરના તનાવને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવા માટે શુક્રવારે ભારત અને ચીનના કોર કમાન્ડરો ફરીથી મળવા જઇ રહ્યા છે. આ બેઠક LAC ની બાજુમાં, ચુસુલમાં, ભારતમાં યોજાશે. લગભગ એક વર્ષથી પૂર્વ લદ્દાખને અડીને LAC પરના તણાવમાં આ અગિયારમો રાઉન્ડ છે. 20 મી ફેબ્રુઆરીએ છેલ્લી બેઠક મળી હતી. access_time 12:25 am IST