Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સાયબર ટેક્નોલોજીમાં ચીન ભારતથી આગળ છે : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત

દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની ચેતવણી : ચીને આઈટી પર બહુ રોકાણ કર્યુ, કેટલાક વર્ષોમાં ભારત, ચીન વચ્ચે આ ક્ષેત્રમાં અંતર બહુ વધઈ ગયુ હોવાનો દાવો

નવી દિલ્હી, તા. : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપતા કહ્યુ છે કે, સાયબર ટેકનોલોજીના મામલામાં ચીન ભારત કરતા બહુ આગળ છે અને સાયબર એટેક થકી ભારતને મોટુ નુકસાન પહોંચાડવ માટે પણ સક્ષણ છે.

સ્વામી વિવેકાનંદર ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં જનરલ રાવતે કહ્યુ હતુ કે, ભારત અને ચીન વચ્ચે સૌથી મોટુ અંતર સાયબર ક્ષેત્રમાં છે.પાડોશી દેશે આઈટી પર બહુ રોકાણ કર્યુ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન વચ્ચે ક્ષેત્રમાં અંતર બહુ વધઈ ગયુ છે.ચીન ભારત કરતા આગળ નીકળી ગયુ છે.

તેમણે કહ્યુ હતુ કે ,આપણે જાણીએ છે કે, ચીન ભારત પર સાયબર એટેક કરવા માટે સક્ષમ છે અને તે આપણી સિસ્ટમને મોટા પાયે નુકાસન પહોંચાડી શકે છે.આપણે એવી સિસ્ટમ તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનાથી સાયબર એટેક સામે આપણે સિસ્ટમનુ રક્ષણ કરી શકીએ.

દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતે આગળ કહ્યુ હતુ કે, ભારતે પ્રકારના પડકારોનો સામનો કરવા માટેની ક્ષમતાઓ ડેવલપ કરવી પડશે અને માટે પશ્ચિમી દેશોની મદદ લીધા વગર આગળ વધતુ જોઈએ.ઉલટાનુ ભારતે જાતે ક્ષમતા કેળવીને બીજા દેશોને પડકારોનો સામનો કેવી રીતે કરવો તે શીખવાડવુ જોઈએ.

(7:45 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 .74 લાખને પાર પહોંચ્યો :વધુ 802 દર્દીઓના મોત: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,31,787 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,30,57,863 :એક્ટિવ કેસ 9,74,174 થયા વધુ 61,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19,10, 709 થયા :વધુ 802 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,67,694 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 56,286 નવા કેસ નોંધાયા access_time 12:58 am IST

  • ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ IAS પંકજકુમાર કોરોના સંક્રમિત થયા : યુએન મહેતા હોસ્પિટલમાં કરાયા દાખલ : અધિકારીઓમાં ફેલાયો ફફડાટ access_time 1:22 pm IST

  • અમદાવાદમાં વધુ એક એસિડ એટેકની ઘટના : શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક : શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક શખ્શે બ્લડ ડોનેટ કરવા બાબતે તકરાર કરી હોસ્પિટલના લેબ ટેક્નિશિયન એસિડ એટેક કર્યો : હુમલો કરનાર વ્યક્તિ પ્રકાશ સોલંકી અનેક વખત બ્લડ ડોનેટ કરવા આવતો હતો ; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ access_time 12:44 am IST