Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ગુજરાતમાં નિષ્ફળ : અન્ય રાજયો જેવો પ્રતિસાદ ન મળ્યો : અનેક કારણો જવાબદાર

અમદાવાદ : દેશમાં ત્રણ કૃષિ કાયદાની વિરૂધ્ધ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. તેના નેતા રાકેશ ટિકૈત ગુજરાતમાં નિષ્ફળ નિવડેલ છે. અન્ય રાજયો જેવો પ્રતિસાદ ગુજરાતમાં ન મળ્યો આ માટે અનેક કારણો જવાબદાર ગણી શકાય છે.

દેશમાં ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધમાં પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહ્યા છે. પહેલા આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હતા. જો કે હવે આંદોલન દેશમાં ત્રણ કૃષિ કાયદાની વિરૂધ્ધ  ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ઼ છે તેના નેતા રાકેશ ટીકૈત ગણ્યાગાંઠ્યા લોકો જ બચ્યા છે. પરંતુ આંદોલનમાંથી અનેક ખેડૂત ચહેરા ઉભરીને આવ્યા છે તેમાંથી એક છે રાકેશ ટિકૈત. રાકેશ ટિકૈત હાલ દેશભરમાં ફરીને ખાપ પંચાયતો અને ખેડૂતોને એકઠા કરી સરકાર વિરુદ્ધ માહોલ બનાવી રહ્યા છે. હાલ ટિકૈત ગુજરાત પ્રવાસે છે. પરંતુ ગુજરાતમાં અન્ય રાજ્યોની માફક ટિકૈતને કોઈ પ્રતિસાદ ન મળ્યો. ખેડૂત આંદોલનની જાણે ગુજરાતમાં નિષ્ફળ નિવડ્યું. તેમની સૌપ્રથમ ભૂલ શંકરસિંહનો સહાર માનવામાં આવી રહી છે.

ગુજરાતમાં 2003થી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે અને તેનાથી રાજ્યના ખેડૂતો સારુ કમાય છે

કૃષિ કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જોગવાઈ છે જેને રદ કરવાની માગ ટિકૈત કરી રહ્યા છે

ટિકૈતની આ માગ ગુજરાતના ખેડૂતો સાથે મેળ ખાતો ન હોય તેવું બની શકે

પંજાબ અને હરિયાણાના ખેડૂતો મહદઅંશે MSP પર નિર્ભર છે, તેનો ફાયદો લે છે

ગુજરાતના ખેડૂતોનો માત્ર MSP આધાર નથી

ટિકૈતે ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાનો સહારો લીધો જે મિસમેચ જેવું છે

શંકરસિંહનું ગુજરાતમાં હવે કંઈ ઉપજતું નથી, તેમની પાસે માત્ર પૂર્વ મુખ્યમંત્રીનો જ ડેગ છે

જનતા સાથે શંકરસિંહનું સીધું જોડાણ રહ્યું નથી, તેમના એક અવાજે લોકો એકઠા થતા નથી

કેટલાક લોકો શંકરસિંહને ભાજપ બી ટીમ માને છે

આંદોલનની શરૂઆતથી જ ગુજરાતના ખેડૂતો આંદોલનથી દૂર રહ્યા છે

આક્ષેપઃ ગુજરાત સરકારે ખેડૂતોને દબાવી રાખ્યા

આક્ષેપઃ પોલીસે ટિકૈતના કાર્યક્રમમાં જતા રોક્યા

રાકેશ ટિકૈતની માંગ કરતા ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા થોડી અલગ

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને દેશમાં હાલ સૌથી મોટા ખેડૂત નેતા તરીકે ઉભરીને આવેલા રાકેશ ટિકૈત વિવિધ રાજ્યોમાં ફરી રહ્યા છે. ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીમાં તો તેમને જોરદાર પ્રતિસાદ મળ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો તેમની સાથે જોડાયા. પરંતુ ગુજરાતમાં તેમનું આંદોલન સાવ નિષ્ફળ નિવડ્યું છે. ટિકૈત ગુજરાત પ્રવાસે હતા. પરંતુ તેમની સભામાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી રહી છે. જે રીતે અન્ય રાજ્યોમાં જોરદાર પ્રતિસાદ મળ્યો તેવો પ્રતિસાદ ગુજરાતમાં દેખાતો નથી. દેશમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે. પહેલા તો આ આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટતા હતા હવે આ આંદોલનમાં ગણ્યાંગાંઠ્યા લોકો બચ્યા છે. ટિકરી બોર્ડર, સિંઘુ બોર્ડર ખાલીખમ જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂત નેતાઓએ બંગાળની વાટ પકડી અને ત્યાં જઈ ભાજપ વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. ખેડૂત નેતાઓને આશા હતી કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ગૃહરાજ્ય ગુજરાતમાંથી તેમનો સારો પ્રતિસાદ મળશે પરંતુ આંદોલનના પહેલા દિવસથી જ ગુજરાતી ખેડૂતો આ આંદોલનથી દૂર રહ્યા છે. હા કોંગ્રેસ સમર્થિત કેટલાક ખેડૂત નેતાઓ આંદોલનમાં પહોંચ્યા હતા. પરંતુ તેમની હાજરી સાવ પાંખી હતી.

ટિકૈતનું આંદોલન ત્રણ કાયદાઓ પરત ખેંચવાની સાથે સાથે MSPની ગેરંટી માટે છે. વાત હવે ગુજરાતની કરીએ તો ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો છે. પરંતુ ગુજરાતની છાપ પહેલાથી વેપારી પ્રજાની છે. તો ગુજરાતમાં વર્ષ 2003થી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે. અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી રાજ્યના ખેડૂતો સારુ કમાય છે. કૃષિ કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની જોગવાઈ કરવામાં આવી છે. તેને રદ કરવાની માગ ટિકૈત કરી રહ્યા છે. કદાચ ગુજરાતના ખેડૂતોને ટિકૈતની આ વાત સાથે મેળ ખાતો ન હોય તેવું બની શકે. બીજી વાત પંજાબ અને હરિયાણાના ખેડૂતો મહદઅંશે MSP પર નિર્ભર છે. સૌથી વધારે તેનો ફાયદો લે છે. ગુજરાતમાં એવું નથી. ગુજરાતના ખેડૂતોનો માત્ર MSP આધાર નથી.

(12:00 am IST)
  • પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસાનો સિલસિલો યથાવત : બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષની કાર ઉપર હુમલો : જે ગાડીમાં બેઠા હતા તેનો કાચ તૂટ્યો : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ઉપર આરોપ access_time 8:45 pm IST

  • રાજકોટમાં વધુ બે આરટીપીસીઆર મશીન માટે મંજૂરી આપતા મુખ્યમંત્રી : રાજકોટની ભટ્ટ લેબોરેટરીને પણ વધુ મશીન અંગે મંજૂરી : ટૂંક સમયમાં વેઈટીંગ લીસ્ટ નીકળી જશે : કલેકટર રેમ્યા મોહનની અકિલા સાથે વાતચીત access_time 12:01 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST