Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ઇરાનમાં કોરોનાના ૧૯૦ દર્દીઓ આદુ-અજમાથી નોર્મલ થયા

તહેમાનની એક હોસ્પિટલમાં ૨૦૦ દર્દીઓ પર આદુ-અજમા-તજના પત્તાના સુપનો પરંપરાગત પ્રયોગ કરાયો, ૧૯૦ નોર્મલ થઇ ગયાનો હોસ્પિટલનો દાવો

નવી દિલ્હીઃ તા.૮, દુનિયાભરમાં કોરોનાના હાહાકાર મચાવે છે. ત્યારે ઘણા દેશોમાં કોરોનાના દર્દીઓ પર પરંપરાગત ઇલાજના પ્રયોગો થાય છે.

 ઇરાનમાં પણ વિશેષ પ્રયોગ થયો હતો. વિશ્વની કેટલીક ન્યુઝ ચેનલોમાં એક વીડીયો દર્શાવાય રહ્યો છે. આ પ્રમાણે તહેરાનની એક હોસ્પિટલમાં કોવિડ-૧૯ના ૨૦૦ દર્દીઓ પર આદુ અને અજમાનો પ્રયોગ કરાયો હતો.

આદુ-અજમા તથા તજના પાનનો પરંપરાગત સુપ દર્દીઓને પીવડાવ્યો હતો. હોસ્પિટલે કરેલા દાવા પ્રમાણે ૨૦૦માંથી ૧૯૦ દર્દીઓ માત્ર ચાર દિવસમાં નોર્મલ થઇ ગયા હતા.  દર્દીઓને હોસ્પિટલમાંથી  રજા પણ અપાઇ હતી.

ઇરાનમાં ૪૦૦૦ જેટલા લોકોના કોરોનાથી મોત થયા છે ત્યારે તબીબોને પરંપરાગત ઉપચારમાં આશાનું કિરણ દેખાયું છે.

(3:47 pm IST)