Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

દેશના અમુક ભાગમાં આગળ વધશે

લોકડાઉન લોકડાઉન લંબાવવું કે નહિ? શનિવારે થશે ફેંસલો

શનિવારે વડાપ્રધાન તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ-પ્રશાસકો-લેફ ગવર્નરો પાસેથી લેશે ફીડબેકઃ બાદ લેશે નિર્ણય

નવી દિલ્હી,તા.૮: ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે દેશમાં લોકડાઉનની સમયમર્યાદા વધારવામાં આવશે કે નહીં તેની પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  રાજયોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો અને લેફ્ટનન્ટ ગવર્નરો સાથે સંવાદ બાદ નિર્ણય લેશે. મળતી જાણકારી મુજબ, શનિવારે મુખ્યમંત્રીઓ, પ્રશાસકો અને LG સાથે વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ સ્થાપિત કરશે.

મુખ્યમંત્રીઓ સાથે અગાઉની બેઠકમાં પીએમ મોદીએ લોકડાઉન હટાવવાને લઈને ભલામણો માંગી હતી, જેના કારણે ગરીબ અને પ્રવાસી શ્રમિકોની મુશ્કેલી ખતમ થઈ શકે. સરકાર ચરણબદ્ઘ રીતે લોકડાઉન ખતમ કરવા માંગે છે. કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર તે સ્થળોથી પ્રતિબંધ હટાવવા તૈયાર છે જયાં કોવિડ-૧૯ના કેસ નથી આવ્યા. સૂત્રોનું કહેવું છે કે, અનેક સચિવોની સાથે જ નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે ૧૫ એપ્રિલ બાદ પણ પૂર્ણ રીતે લોકડાઉનના કારણે અર્થવયવસ્થાને ઘણું નુકસાન થશે. તેઓ એ ક્ષેત્રોમાં પ્રતિબંધ ખતમ કરવાના પક્ષમાં છે જે 'રેડ ઝોન' નથી.નોંધનીય છે કે, હાલના લોકડાઉનની અવધિ ૨૦ દિવસની છે જે ૧૪ એપ્રિલની મધ્ય રાત્રિએ ખતમ થઈ જશે. આ પહેલા અનેક રાજયોએ પોતાની ચિંતા જાહેર કરી છે. બુધવાર સવારે ૯ વાગ્યે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, દેશભરમાં ૫૩૮૩ કેસ નોંધાયા છે જેમાંથી ૪૬૪૩ કેસ એકિટવ છે અને ૪૦૧ દર્દી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ચૂકયા છે. બીજી તરફ, ૧૭૬ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત એક દર્દી વિદેશ શિફ્ટ થઈ ચૂકયો છે.

ઉલ્લેખનીય છે કે, Covid19ના સામનો કરવા માટે રચવામાં આવેલા મંત્રીઓના સમૂહ (GoM)એ ૧૫ મે સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા અને લોકોની સહભાગિતાવાળી તમામ ધાર્મિક પ્રવૃત્ત્િ।ઓ પર પ્રતિબંધ નાખવાની ભલામણ કરી છે. મંત્રી સમૂહનું કહેવું છે કે સરકાર ૨૧ દિવસનું લોકડાઉન આગળ વધારે કે નહીં પરંતુ શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્ત્િ।ઓ પર ૧૫ મે સુધી પ્રતિબંધ મૂકવો જોઈએ. અધિકૃત સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી હતી.

(3:22 pm IST)