Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મુંબઇની જસલોક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફના 21 લોકો કોરોનો પોઝિટીવ કેસ

10 દિવસમાં અમે સ્ટાફનો 1000થી પણ વધારે ટેસ્ટ કર્યા

મુંબઇ: કોરોના વાયરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે ડોક્ટર અને મેડિકલ સ્ટાફ પોતાનો જીવ જોખમમાં નાખી દિવસ રાત તેનો સામનો કરી રહ્યાં છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મુંબઇની એક પ્રાઇવેટ જસલોક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફના 21 લોકો કોરોનો પોઝિટીવ આવ્યા છે. ત્યારબાદ હોસ્પિટલે તાત્કાલીક પ્રભાવથી તેમની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. જો કે, જસલોક હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ચાલી રહી છે.

જસલોક હોસ્પિટલના ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસરે વાતચીતમાં કહ્યું, 13 એપ્રિલથી હોસ્પિટલનું કામકાજ નિયમિત રીત શરૂ કરવામાં આવશે. 2 અઠવાડીયા પહેલા એક કોરોના પોઝિટીવ દર્દી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેની સારવાર દરમિયાન અમારા સ્ટાફના કેટલાક લોકો કોવીડિ 19થી સંક્રમિત થયા છે. 10 દિવસમાં અમે સ્ટાફનો 1000થી પણ વધારે ટેસ્ટ કર્યા છે.

 આ પહેલા જ્યારે મુંબઇમાં એક પ્રાઇવેટ હોસ્પિટલના સ્ટાફમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા હતા તે પ્રાઇવેટ હોસ્પટિલને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.

(12:31 pm IST)