Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જજે પક્ષમાં નિર્ણય ના સંભળાવ્યો તો વકીલે કહ્યું: જાવ તમને કોરોના વાયરસ થઈ જાય

વકીલના આવા ખરાબ વર્તુણકથી નારાજ ન્યાયધિશે તેની સામે અવમાનનાની કાર્યવાહીની માંગણી કરી

કોલકાતા,તા.૮:પોતાના પક્ષમાં નિર્ણય ન આવવા પર એક વકીલે કોલકાતા હાઇકોર્ટ ના એક ન્યાયધીશને કહ્યું કે જા તમને કોરોના વાયરસ થઈ જાય. વકીલના આવા ખરાબ વર્તુણૂંકથી નારાજ ન્યાયધિશે તેની સામે અવમાનનાની કાર્યવાહીની માંગણી કરી છે.

ન્યાયમૂર્તિ દીપાંકર દત્ત્ાએ કોર્ટની ગરિમાને યથાવત્ રાખવામાં નિષ્ફળ રહેવા તથા આ ગરિમાપૂર્ણ પ્રોફેશનલના સદસ્યના હિસાબે આચરણ ના કરવા પર વકીલ વિજય અધિકારીની નિંદા કરી અને તેમને નોટિસ મોકલવાની તારીખના ૧૫ દિવસોની અંદર અવમાનના નિયમ અંતર્ગત જવાબ આપવા કહ્યું છે.

ન્યાયમૂર્તિ દત્ત્ાએ એ નિર્દેશ આપ્યો છે કે ઉનાળું વેકેશન પછી જયારે કોર્ટ ખુલશે ત્યારે આ મામલો ઉચિત ખંડપીઠ દ્વારા સાંભળવામાં આવશે. જેમની પાસે આપરાધિક અવમાનનાના મામલા સાંભળવાનો અધિકાર હશે. કોરોના વાયરસની મહામારીના કારણે કોલકાતા હાઇકોર્ટમાં ૧૫ માર્ચથી ફકત અતિ આવશ્યક મામલાની સુનાવણી થઈ રહી છે અને ૨૫ માર્ચથી મામલાની સુનાવણી ફકત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરી રહ્યા છે. એક કેસની સુનાવણી ન્યાયમૂર્તિ દત્ત્ાની કોર્ટમાં ચાલી રહી હતી. જયારે ન્યાયધિશે પોતાનો આદેશ આપવાનો શરુ કર્યો તો નારાજ વકીલ વિજય અધિકારી તેમને સતત ટોકી રહ્યા હતા. ન્યાયમૂર્તિ દત્ત્ાએ પોતાના આદેશમાં કહ્યું હતું કે અધિકારીને સતત સંયમિત વ્યવહાર કરવાની ચેતવણી આપવામાં આવી હતી પણ તેમણે તેના પર ધ્યાન આપ્યું ન હતું. તે કહી રહ્યા હતા કે મારું ભવિષ્ય અંધકારમય બનાવી દેશે જેથી તેમણે મને શ્રાપ આપ્યો હતો કે મને કોરોના વાયરસ સંક્રમણ લાગી જાય.

ન્યાયધિશે કહ્યું કે અધિકારીને સ્પષ્ટ રુપથી બતાવી દીધું કે મને પોતાના ભવિષ્યના અંધકારમય થવાનો ડર નથી અને સંક્રમિત થવાથી પણ ડરતો નથી. જોકે કોર્ટની ગરિમા મારા મગજમાં સર્વોચ્ચ છે અને તેને યથાવત્ રાખવા માટે તેમની સામે અવમાનનાની કાર્યવાહીનો નિર્દેશ આપવામાં આવી શકે છે.

(11:42 am IST)