Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

પાકિસ્તાનમાં લોકડાઉનના કારણે પાળતુ પ્રાણીઓ વેચતા દુકાનોમાં પશુઓના મૃતદેહો મળ્યાઃ ભુખ- તરસથી મોત

કુતરા, બિલાડી, સસલા સહિતના પ્રાણીઓ પીંજરામાં બંધ સ્થીતીમાં જ મોતને ભેટયા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પાળેલા પ્રાણીઓના બજારમાં પિંજરામાં બંધ કુતરા, બીલાડી અને સસલાના સેંકડો મૃતદેહો મળ્યા છે, કોરોના લોકડાઉનના કારણે દુકાનો બંધ થઈ જતા આ પ્રાણીઓ ભુખ- તરસથી તડપી- તડપીને મૃત્યુ પામ્યા છે.

લોકડાઉન દરમિયાન ફકત ખાવા- પીવા અને દવા જેવી જરૂરી વસ્તુઓની જ દુકાનો ખુલ્લી છે. પાળતુ પ્રાણીઓ વેંચતા લોકોની દુકાનો બંધ થઈ હતી. ઘણા દુકાનદારોએ ચોરી છુપેથી આ જનાવરોને ભોજન- પાણીની વ્યવસ્થા કરી હતી, પણ મોટા ભાગના આ વ્યવસ્થા ન કરી શકતા પ્રાણીઓ મૃત્યુ પામેલ.

પ્રાણીઓની કાર્યકર્તા આયશા કરાંચીની અમ્પ્રેસ માર્કેટમાં પહોંચ્યા ત્યારે તેમણે પશુઓનો અવાજ સાંભાળ્યો. એસીએફના કાર્યકરો અને અધિકારીઓની મદદથી પ્રાણીઓને રેસ્કયુ કરાયા હતા. આયશાએ જણાવેલ કે દુકાનોમાં બંધ ૭૦ ટકા પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતા અને બાકીના પ્રાણીઓ ફફડતા હતા. દ્રશ્ય ખુબ જ ભયાનક હતું.

(11:33 am IST)