Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કલકત્તામાં કંદોઇએ બનાવી કોરોના સંદેશ મીઠાઇ

કલકત્તા તા. ૮ : ચોમેર કોરોનાની વાતો એટલી થાય છે કે હવે તો કોઇક પોતાના સંતાનોનું નામ કોરોના કે કોવિડ રાખે છે તો કોઇક એના જેવા દેખાવની મીઠાઇઓ બનાવે છે. બંગાળમાં એક મીઠાઇવાળો છે જે કોરાનાવાઇરસના શેપ અને રંગ જેવી મીઠાઇ બનાવી છે. બંગાળમાં દુધની મીઠાઇઓ બહુ મોટી માત્રામાં બને છે અને ખપે છે. લોકડાઉનનેકારણે દુધની મોટી માત્રામાં બર્બાદી થતી હોવાથી પશ્ચિમ બંગાળ મિષ્ઠાન વ્યવસાયી સમિતિ સહિતના સંગઠનોએ મીઠાઇની દુકાનોને થોડાક માટે ચાલુ રાખવાની અપીલ કરી હતી. એને કારણે ત્યાં દિવસમાં ચાર કલાક માટે મીઠાઇની દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી મળેલી. જો કે થોડાક દિવસ પહેલાં એક મીઠાઇવાળાએ દુધમાંથી બનતી સંદેશ નામની મીઠાઇને કોરોના જેવો લુક આપ્યો હતો. સામાન્ય કરતાં મોટા કદનો સંદેશનો એક ટુકડો લાલચકટક છે અને એની પર કોરાનાવાઇરસ જેવા શિંગડાં ઉગ્યાં હોય એવું લાગે છે. સોશ્યલ મીડિયા પર આ મીઠાઇ બહુ વાઇરલ થઇ છે, પણ હકીકતમાં એ ખરીદવા માટે બહુ ખાસ લોકોએ રસ દાખવ્યો નથી.

(9:33 am IST)