Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

આંધ્ર પ્રદેશની કંપની મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કિટ અને વેન્ટીલેટર્સ બનાવશે

નવી દિલ્હી : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને દેશમાં રાજ્ય સરકારો તરફથી સ્થાપિત સેમ્પલ કેલેક્શન કરનારી સાઇટ્સ પર કોઈ આપત્તિ નથી. જોકે તેમણે આ લેબમાં થઈ રહેલા પરિક્ષણની પ્રક્રિયાને લઈને કેટલીક સલાહ જાહેર કરી છે. ICMRએ એ જાણકારી આપી છે કે 65 પ્રાઇવેટ લેબ હાલ દેશભરમાં કોરોના વાયરસની ટેસ્ટિંગ કરી રહી છે.

હવે 10 એપ્રિલથી આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસની ટેસ્ટિંગ કિટ બનાવવામાં આવશે. વિજાગ મેડ ટેક ઝોન નામની કંપની મોટી સંખ્યામાં વેન્ટીલેટર્સ અને ટેસ્ટિંગ કિટ મોટી સંખ્યામાં બનાવવાની છે.

(12:16 am IST)