Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

મોદીરાજમાં મિડકેપ-સ્મોલકેપ શેર્સ ચમકયા

શેરબજારને ઘરેલું રોકાણકારોનો જોરદાર સપોર્ટ મળ્યો

મુંબઇ તા.૮: મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર બન્યા પછીથી સેન્સેકસે કંપાઉન્ડેડ બેઝીઝ (ચક્રવૃદ્ધિ ઙ્ગઆધાર) પર દર સાલ ૯.૩૭ ટકાનું રીટર્ન આપ્યું છે. જે પાછલી સરકારો કરતા ઓછું છે પણ કેટાક બજારના ખેલાડીઓનું કહેવું છે કે આમાં સપ્ટેમ્બર ૧૩થી મે-૨૦૧૪ દરમ્યાનનું પરફોર્મન્સ શામેલ નથી, જયારે મોદી ચૂંટણી જીતશે એ આશાએ શેરબજારમાં સારી એવી તેજી આવી હતી. મે ના છેલ્લા સપ્તાહમાં એનડીએ સરકાર બની હતી. ત્યાર પછીથી ગયા શુક્રવાર સુધીમાં સેન્સેકસમાં ૫૬ ટકા અને નિફટીમાં લગભગ ૫૮ ટકાનો વધારો થયો. ૨૦૦૫-૨૦૦૭ પછી મોદી સરકારના કાર્યક્રમમાં મીડ અને સ્મોલકપે શેરોનું પ્રદર્શન સૌથી સારૂ રહયું. મે ૨૦૧૪ પછી મીડ કેપ ઇન્ડેક્ષમાં વાર્ષિક ૧૨.૬૮ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્ષમાં ૧૦.૮૫ ટકા તેજી આવી. ૨૦૧૮ની શરૂઆત સુધી બન્ને ઇન્ડેક્ષનું પ્રદર્શન બહુ સારૂ રહયું.

મોદી સરકારના કાર્યકાળમાં ઘરેલું રોકાણકારોનો સપોર્ટ શેર બજારને જોરદાર મળ્યો. સરકારે કાળા નાણા પર સખ્તાઇ વધારતા ઘરેલું રોકાણકારોએ રિયલ એસ્ટેટ અને સોનોન બદલે ઇકવિી માર્કેટમાં રોકાણ વધાર્યું. મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્શ્યોરન્સ કંપનીઓ સહિત ડોમેસ્ટીક સંસ્થાઓએ છેલ્લા પાંચ વર્ષમાં બજારમાં ૩.૮૫ લાખ કરોડ અને વિદેશી રોકાણકારોએ ૨.૧૧ લાખ કરોડ રૂપિયા શેરબજારમાં લગાવ્યા. રિટેલ રોકાણકારોના રેકોર્ડ રોકાણથી બેન્ચમાર્ક ઇન્ડેક્ષ નવા શિખરોએ પહોંચી ગયા, પણ આ દરમ્યાન કંપનીઓના પ્રોફીટગ્રોથ મંદ રહ્યા. ઇકોનોમી અને કંપનીઓના પ્રોફીટગ્રોથ પર ૨૦૧૬ની નોટબંધી અને ૨૦૧૭માં જીએસટી લાગુ થતા ખરાબ અસર થઇ હતી.

(10:00 am IST)