Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

વડાપ્રધાન મોદીને ભ્રષ્ટ્રાચાર પર ચર્ચા કરવા રાહુલ ગાંધીએ ફેંક્યો પડકાર

તમે ભાગી શકો છો પરંતુ તમે છુપાઇ શકો નહીં. તમારૂ કર્મ તમારી પાછળ પાછળ છે:રાહુલે કર્યું ટ્વીટ

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ અધ્યક્ષે લખ્યું કે શ્રીમાન મોદી તમે ભાગી શકો છો પરંતુ તમે છુપાઇ શકો નહીં. તમારૂ કર્મ તમારી પાછળ પાછળ છે

દેશ તમારી અવાજમાં તે વાત ઓળખી શકે છે. સત્ય ઘણુ શક્તિશાળી હોય છે. હું તમને ભ્રષ્ટાચાર પર ચર્ચા માટે પડકાર ફેંકુ છું. તેમણે આ ટ્વિટની સાથે તાજેતરમાં એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુની ક્લિપ પણ જોડી છે.

(12:00 am IST)