Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ચોમાસા અગાઉ પ્રિમોન્‍સુન વરસાદ સારો રહેશે

તા.૧૮ થી ૨૧ માર્ચ મહારાષ્‍ટ્ર, મધ્‍યપ્રદેશ લાગુ રાજસ્‍થાન વિસ્‍તારોમાં કમોસમી વરસાદની શકયતા, તેની અસરથી દ.ગુજરાત- ઉ.ગુજરાતના અમુક ભાગોમાં માવઠાની હાલ ૫૦ ટકા સંભાવના : મે મહિનામાં વાવાઝોડુ ઉદ્દભવશેઃ શનિવાર સુધી ઝાકળવર્ષામાં વધઘટ જોવા મળશેઃ શુક્રવારથી ગરમીનો પારો ભાગશે, રવિ- સોમ પારો ૪૦ ડીગ્રીને વટાવી જશેઃ આવતા રવિવારે સૌથી વધુ ગરમી પડશે

રાજકોટઃ ચોમાસા અગાઉ આ વર્ષે પ્રિમોન્‍સુન વરસાદ સારો પડશે. તેમ વેધરની એક ખાનગી સંસ્‍થાએ જણાવ્‍યું છે. મે મહિનામાં વાવાઝોડુ પણ ઉદ્દભવનાર છે. સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં આ સપ્‍તાહ દરમ્‍યાન ઝાકળમાં વધઘટ જોવા મળશે. જયારે શુક્રવારથી ગરમીમાં ક્રમશઃ વધારો થશે. આવતા રવિ અને સોમવારે પારો ૪૦ ડિગ્રીને વટાવી જાય તેવી પૂરી શકયતા રહેલી હતી.

અલગ અલગ વેધર મો ના અભ્‍યાસ અને અંદાજ મુજબ ૨૦૨૧ દક્ષિણ પヘમિ ચોમાસાની ભારતીય સર જમીન કેરળમાં વહેલા કે સમયસર પધરામણી થઇ જાય તેવો હાલનો પ્રાથમિક અંદાજ આગામી દિવસમાં થઈ શકે છે.

 ૨૦૨૧ દક્ષિણ પશ્રિ્‌ચમ ચોમાસાનું વિધિવત આગમન થાય તે પુર્વે રાજ્‍યના અલગ અલગ વિસ્‍તારોમાં પ્રિમોન્‍સુન એકટીવીટી સ્‍વરૂપે સારો વરસાદ જોવા મળે તેવું વિવિધ મોડલના અભ્‍યાસના આધાર મુજબ પ્રાથમિક તારણ..ટુંકમાં પ્રિમોન્‍સુન વરસાદ થી શરુઆત સારી રહી શકે છે. (અરબ સાગરમાં મે માસ દરમ્‍યાન વાવાઝોડું પણ ઉદભવી શકે છે.)

  નોધનીય બાબત એ છે કે હાલ વિધિવત લા નિના ચાલું છે. મે માસમાં અંદામાન નિકોબારમાં દક્ષિણ પヘમિ સોમાસા ની વિધિવત પધરામણી થાય ત્‍યાં એન્‍સો ન્‍યુટ્રલ પોજીશન માં આવી જશે.

   આમ લા નિના બાદ ન્‍યુટ્રલ અંશોની સ્‍થિતી આવે એ વર્ષોમાં સૌરાષ્‍ટ્ર અને કચ્‍છના વિસ્‍તારોમાં નોર્મલથી ઓછો વરસાદ રહે છે. સૌરાષ્‍ટ્ર અને  કચ્‍છના વિસ્‍તારો કરતા દક્ષિણ ગુજરાત અને પુર્વ ગુજરાત માટે વરસાદ સારો પડી જાય તેવું હાલનું પ્રાથમિક તારણ ગણી શકાય.

જો કે હજુ તો ઉનાળાની શરૂઆત જ થતી હોય.ચોમાસું પુર્વે અઢી માસ આસપાસ સમય બાકી હોય હજુ પણ ઘણા ફર ફર થશે.

  આગામી તા.૧૮ થી તા.૨૧ માર્ચ દરમ્‍યાન મહારાષ્‍ટ્ર મધ્‍યપ્રદેશ લાગુ રાજસ્‍થાનના વિસ્‍તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શકયતાઓ છે. તેની અસરથી દક્ષિણ ગુજરાત પુર્વ ગુજરાત લાગુ ઉ.ગુજરાતના અમુક અમુક વિસ્‍તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળે તેવી ૫૦ ટકા શકયતા છે. એપ્રિલ માસના બીજા પખવાડીયા માં માવઠું થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

  હાલ માત્ર ને માત્ર પ્રાથમિક તારણ સમજવું. બાકી આપણી સાત દિવસની રેગ્‍યુલર આગાહી જ ખેતી માટે  હિતાવહ રહે છે.

  છેલ્લા પાંચેક દિવસ થયા પヘમિ સૌરાષ્‍ટ્ર કચ્‍છના છુટા છવાયા વિસ્‍તારોમાં ઝાકળ વર્ષા જોવા મળે છે.

 તા.૧૩ માર્ચ  સુધી       સૌરાષ્‍ટ્ર કચ્‍છ ઘણા ભાગોમાં ઝાકળ, હળવી ઝાકળ કે ગાઢ ઝાકળ વર્ષા જોવા મળશે. તા.૧૩ /૧૪માં ભેજનું પ્રમાણ ઘટતા અમુક જ વિસ્‍તાર માં ઝાકળ જોવા મળી શકે. આમ ઝાકળ , હળવી ઝાકળ કે ગાઢ ઝાકળ વર્ષા અમુક વિસ્‍તા માં દરરોજ અમુક વિસ્‍તારોમાં એક / બે / ત્રણ/ ચાર/ પાંચ વખત ઝાકળ વર્ષા જોવા મળશે. ઉ.ગુજરાતમાં પણ ઝાકળ વર્ષા જોવા મળશે. જોકે સૌરાષ્‍ટ્ર કચ્‍છ કરતા પ્રમાણ અને દિવસોનું પ્રમાણ ઓછુ રહેશે.

   તા.૧૨ (શુક્રવાર)થી તાપમાન વધારા તરફ જશે. તા.૧૪/૧૫ (રવિ-સોમ)માં તાપમાન નો પારો ૪૦ ડીગ્રી ને પાર જશે. તા.૧૪ના વધુ ગરમ રહે તેવી શકયતા છે.

 

(3:56 pm IST)