Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાજસ્થાન અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહનું 86 વર્ષની વયે નિધન

લખનઉ ખાતે અંતિમ શ્વાસ લીધા:તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે પ્રયાગરાજ લઈ જવાયો

રાજસ્થાન અને ગુજરાતના રાજ્યપાલ રહી ચુકેલા અંશુમાન સિંહનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમના નિધનથી શોકનું  મોજું ફરી વળ્યું છે. 86 વર્ષીય અંશુમાન સિંહએ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈંસ્ટિટ્યૂટ લખનઉ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો હતો.

અંશુમાન સિંહની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હતી. જ્યારે તેમણે આજે અંતિમ શ્વાસ લેતાં રાજ્યપાલ કલરાજ મિશ્ર અને મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ પૂર્વ રાજ્યપાલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અંશુમાન સિંહે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે 16 જાન્યુઆરી 1999ના રોજ પદભાર ગ્રહણ કર્યો હતો.

પૂર્વ રાજ્યપાલ અંશુમાન સિંહના નિધન પર આજે રાજસ્થાનમાં એક દિવસીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આજે સરકારી કાર્યાલયોમાં એક દિવસ રાજકીય શોકના કારણે રજા રાખવામાં આવી હતી. મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા સરકારી કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા હતા.

(12:48 pm IST)
  • જંગલમાં વન્ય પ્રાણીઓ માટે પાણીના ૪૫૨ પોઈન્ટ ઉભા કરાશે: ઉનાળામાં પાણી માટે પ્રાણીઓને ભટકવું ન પડે તે માટે વન વિભાગનું આયોજન: પ્રાણીઓ માટે મધુવંતી, હિરણ, શિંગોડા, મછુન્દ્રી, રાવલ ડેમમાં પાણી આરક્ષિત access_time 12:59 am IST

  • ૧૯૭૦માં મહિલા સાક્ષરતા કલાસ શરૂ થયા હતા. access_time 3:54 pm IST

  • કેન્દ્ર સરકારે દેશની ૪૪ કંપનીઓને ડિફેન્સ ક્ષેત્રમાં એફડીઆઈની મંજૂરી આપી: આ કંપનીઓ સીધું વિદેશી રોકાણ સ્વીકારી શકશે: એફડીઆઈ અંતર્ગત કંપનીઓને ૪૧૯૧ કરોડ રૂપિયા મળે તેવી શક્યતા: આ રકમ સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે ખર્ચાશે: રોકાણમાંથી એરક્રાફ્ટ, ડિફેન્સ સિસ્ટમ, રડાર સિસ્ટમ વગેરેનું દેશમાં જ નિર્માણ થઈ શકશે access_time 1:07 am IST