Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ઔરંગાબાદમાં સપ્તાહના અંતે કડક લોકડાઉન રહેશે : 11 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે રાત્રે કડક નિયમો લાગુ

સંક્રમણને ધ્યાનમાં રાખીને મેરેજ હોલ અને સ્કૂલ કોલેજ બંધ કરવાનો નિર્ણય

ઔરંગાબાદમાં કોરોના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને વિકેન્ડ પર લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં માહિતી આપતાં એકનાથ શિંદેએ કહ્યું કે વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને, 11 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે ઔરંગાબાદમાં રાત્રે કડક નિયમો લાગુ કરવામાં આવશે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી નિયમોનું પાલન કરવું પડશે. સપ્તાહના અંતે સંપૂર્ણ લોકડાઉન થશે. સંક્રમણને ધ્યાનમાં રાખીને મેરેજ હોલ અને સ્કૂલ કોલેજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

(11:21 am IST)
  • અમેરિકા નૌકાદળ અને વાયુસેનાની સંયુકત કવાયતમાં બંને ફોર્સના ફાઇટર વિમાનોએ ભાગ લીધો હતો અને આકાશમાં એરો ફોર્મેશન (તીરનો આકાર) રચ્યો હતો. ફોર્મેશનમાં અમેરિકાના આધુનિક ફાઇટર વિમાનો એફ-એ-૧૮ સુપર હોર્નેટ (વચ્ચેના છ) તથા એફ-૧૬ ફાઇટિંગ ભાગ લીધો હતો. સુપર હોર્નેટ નૌકાદળ વાપરે છે, જયારે ફાઇટિંગ ફાલ્કન અમેરિકી એરફોર્સના વિમાનો છે. access_time 4:06 pm IST

  • રાજકોટમાં માં અમૃતમ અને મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ઠપ્પઃ કર્મચારીની વિજળીક હડતાલ : કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને ૩ મહિનાથી અનિયમીત અને ઓછો પગાર મળતા ૫ સેન્ટર પર કામગીરી બંધ કરી વિરોધ વ્યકત access_time 11:54 am IST

  • કોલકત્તાની રેલીમાં નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું- હા, હું મારા મિત્રો માટે કામ કરૃં છું અને તે મિત્રો ગરીબ, મજૂર, શોષિત લોકો છે : બંગાળમાં પણ મિત્રો માટે કામ કર્યા : ૯૦ લાખ ગેસ જોડાણો આપ્યા, અંધારામાં જીવતા મારા બંગાળના ૭ લાખથી વધુ મિત્રોને મેં મફત વીજળી કનેકશન આપ્યું, ૬૦ લાખથી વધુ શૌચાલયો બનાવ્યા access_time 4:06 pm IST