Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કોરોના વેકસીનમાં ગાય, સૂઅર અને અબોર્ટેડ બેબીના પાર્ટ હોય છે

કોરોના વેકસીનમાં ગાય, સૂઅર અને અબોર્ટેડ બેબીના પાર્ટ હોય છે?

કોંગ્રેસના નેતા દ્વારા કોવિડ-૧૯ વેકસીનને ધર્મ સાથે જોડવાનો મામલો સામે આવ્યો

નવી દિલ્હી, તા.૮: છત્તીસગઢના કવર્ધાના બોડલના નગર પંચાયતમાં સભાપતિ ખાદ્ય અને નાગરિક આપૂર્તિ સ્વાસ્થ્ય અને ચિકિત્સા વિભાગ કાઙ્ખંગ્રેસ નેતા ઓમપ્રકાશ શર્મા દ્વારા કોવિડ-૧૯ વેકસીનને ધર્મ સાથે જોડવાનો મામલો સામે આવ્યો છે. તેઓએ કહ્યું છે કે વેકસીનમાં ગાય, સૂઅર અને અબોર્ટેડ બેબીના બોડી પાર્ટ હોવાનો હવાલો આપતાં કલેકટરને પત્ર લખી ધર્મના આધાર પર છૂટ મળવાની માંગ કરી છે.

કલેકટરને લખેલા પત્રમાં કાઙ્ખંગ્રેસ નેતા ઓમપ્રકાશ શર્માએ કહ્યું છે કે, કોવિડ વેકસીનમાં ગાય, સૂઅર અને અબોર્ટેડ બેબીના બોર્ડ પાર્ટ હોય છે. હું હિન્દુ ધર્મથી છું અને અમારા ધર્મમાં આ પ્રકારની ચીજોનું સેવન પૂરી રીતે પાપ માનવામાં આવે છે, તેને કારણે મને તથા મારા પરિવારને આ વેકસીનેશનથી છૂટ મળે, જે અમારો ધર્મ ભ્રષ્ટ કરી રહ્યું છે.

કોંગ્રેસ નેતાએ આ મામલાનો હવાલો આપતા કહ્યું કે એક જાહેરહિતની અરજી ઔરંગાબાદ હાઇકોર્ટમાં ડો. વિલાસ જગદાલે વિરુદ્ઘ ભારત સરકાર (૧૫૨૩૨,૨૦૧૯) દાખલ છે. જયાં વેકસીન કોર્ટ સ્ટેબલિશ કરીને ધર્મના આધાર પર છૂટ મળે, જે અમેરિકામાં ૧૯૭૬થી લાગુ છે, જે અહીં પણ લાગુ કરીને છૂટ આપવામાં આવે.

કોંગ્રેસ નેતાનું કહેવું છે કે ભારતના બંધારણના આર્ટિકલ ૨૫માં પણ તેની જોગવાઈ છે. સાથોસાથ વેકસીનની સાઇડ ઇફેકટ્સ પણ વધારે રહે છે. તેની ઓથેન્ટીસિટી સુપ્રીમ કોર્ટના મહેતા વિરુદ્ઘ ભારત સરકાર કેસ સામે છે.કોવિડ વેકસીનને લઈ કોઈ પણ પ્રકારની બળજબરી નથી. જો આપને લાગે છે તો વેકસીન લો, નહીં તો કોઈ વાત નથી. પરંતુ આ પ્રકારની વાતોથી લોકોમાં અવિશ્વાસની ભાવના ઊભી થાય છે. લોકો તેને સસ્તી રાજનીતિ સિવાય બીજું કંઈ નથી માનતા. લોકોને આ પ્રકારની વાતો અને અફવાઓથી બચવું જોઈએ.

(10:14 am IST)