Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

અરવિંદ કેજરીવાલને આપી અખિલશ યાદવે શુભેચ્છા, લખ્યુ- 'કામ બોલે છે'

દિલ્હીના અભૂતપૂર્વ કલ્યાણ અને વિકાસની નિરંતરતા શુભેચ્છાઓ!

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના નેતા અખિલેશ યાદવે અરવિંદ કેજરીવાલને દિલ્હીની વિધાનસભાની ચૂંટણી માટે અભિનંદન પાઠવ્યા છે. ટ્વિટર પર કેજરીવાલ સાથે ફોટો શેર કરતા અખિલેશ યાદવે લખ્યું છે કે, 'દિલ્હીના અભૂતપૂર્વ કલ્યાણ અને વિકાસની નિરંતરતા શુભેચ્છાઓ! કામ બોલે છે. 'દિલ્હીમાં ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલે કામના આધારે લોકો પાસેથી મત માંગ્યા છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ શિક્ષણ, આરોગ્ય, પાણી, મહિલાઓ માટે મફત બસ સેવા ઉપર મત માંગતા જોવા મળ્યા છે.

        મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમને આશા છે કે દિલ્હીમાં ત્રીજી વખત આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. કેજરીવાલે પત્ની સુનિતા અને પુત્ર પુલકિત સાથે સિવિલ લાઇન્સ વિસ્તારના મતદાન મથક પર મતદાન કર્યા પછી કહ્યું હતું કે દિલ્હીની જનતા સરકારના કામના આધારે મતદાન કરશે. કેજરીવાલે ટ્વીટ કર્યું, ' પહેલી વાર મતદાર બનેલા પુત્ર સહિત પરિવાર સાથે મત આપ્યો.' હું તમામ યુવા મતદારોને તેમનો મત આપવા વિનંતી કરું છું. તમારી ભાગીદારી લોકશાહીને મજબૂત બનાવે છે.

(8:55 pm IST)
  • સુરત ઉધનામાં વિદ્યાર્થીની ઉપર છરીના ઘા ઝીંકી હત્યા : ઉધનામાં વિદ્યાર્થીની હત્યાઃ સિવીલમાં સારવાર દરમિયાન મોતઃ અંગત અદાવતમાં હત્યાની પોલીસને શંકા access_time 3:50 pm IST

  • કોલકત્તા : પોલીસની મંજૂરી વગર CAA ના સમર્થનમાં રેલી કાઢવા બદલ ભાજપના મહાસચિવ કૈલાસ વિજય વર્ગીયની ધરપકડ : રેલી શરૂ થતા જ વાનમાં બેસાડી દૂર લઇ જવાયા access_time 6:45 pm IST

  • દિલ્હીમાં 11 વાગ્યા સુધીમાં 8.24 મતદાન : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેજરીવાલ , સોનિયા ગાંધી સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું: પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ કર્યું વોટિંગ : દિલ્હીની રાજનીતિમાં ભાજપ અને આપ સાથે કોંગ્રેસના અસ્તિત્વથી ત્રિકોણીયો જંગ : સમગ્ર દેશની નજર દિલ્હી વિધાનસભાના પરિણામ પર : access_time 11:51 am IST