Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલ મંદિરમાં ટિક-ટોક વીડિયો બનાવવા પર પ્રતિબંધ

ગોલ્ડન ટેમ્પલ પરિસરમાં ટિક-ટોક બૅનની જાહેરાતનાં પોસ્ટર લગાવાયા

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર ટિક-ટોક વીડિયોની ધૂમ મચેલી છે. જાહેર સ્થળો ઉપર લોકો હંમેશા ટિક-ટોક રેકોર્ડ કરતાં દેખાતા હોય છે. લોકોને ટિક-ટોકનો એવો ક્રેઝ છે કે ઘણા લોકો ધાર્મિક પ્રતિષ્ઠાનોને પણ છોડતા નથી. તેની અંદર પણ વીડિયો બનાવી રહ્યા છે. એટલાં જ માટે પંજાબના અમૃતસર સ્થિત ગોલ્ડન ટેમ્પલ મંદિરમાં ટિક-ટોક વીડિયો બનાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

 ગોલ્ડન ટેમ્પલ પરિસરમાં ટિક-ટોક બૅનની જાહેરાતનાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જાણકારી મુજબ, ગોલ્ડન ટેમ્પલ (શ્રીહરમંદિર સાહિબ)માં અમુક ટિક-ટોક બનાવવામાં આવ્યા બાદ એવા પોસ્ટર શિરોમણિ ગુરૂદ્વારા પ્રબંધક કમિટિ (એસજીપીસી)એ લગાવ્યા છે. પરિસરમાં લાગેલાં પોસ્ટરમાં લખ્યુ છે, 'અહીં ટિક-ટૉક પ્રતિબંધિત છે.'

 શ્રી હરમંદિર સાહિબનાં સંચાલક જસવિંદર સિંહે આ મુદ્દા પર વાત કરતાં કહ્યુ,'અમે અહીં આવતા યાત્રાળુઓને અપીલ કરીએ છીએ કે તે આ પ્રકારની ગતિવિધિઓથી દૂર રહેવું જોઈએ, કારણ કે તે એક પૂજા સ્થળ છે.' જણાવી દઇએ કે ગઈકાલે જત્થાધર શ્રી અકાલ તખ્ત સાહેબે કહ્યું હતું કે જો યુવાનો વીડિયો બનાવવાનું બંધ ન કરે તો અમે એસજીપીસીને મોબાઈલ ફોન પર પ્રતિબંધ મુકવા જણાવીશું.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સુવર્ણ મંદિરની અંદર, ત્રણ છોકરીઓએ એક પંજાબી ગીતને લઈને ટિકટોક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આવી જ એક ઘટના અગાઉ પ્રકાશમાં આવી છે જ્યારે સુવર્ણ મંદિરની અંદર એક ટિક-ટોક વીડિયો શૂટ કરવામાં આવ્યો હતો.

(6:50 pm IST)