Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

હું ધર્માન્તર કરવા કે મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા રાજી નહોતી : હું હિન્દૂ જ રહેવા માંગુ છું : મને મારા માતા પિતા પાસે મોકલી દયો : થોડા દિવસ પહેલા ફરજીયાત ધર્માન્તર અને શાદીનો ભોગ બનેલી પાકિસ્તાન સ્થિત સગીર હિન્દૂ યુવતી મહેકની કોર્ટમાં બંધબારણે જુબાની

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં બળજબરીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવી શાદી કરાવી લેવાવાળા વિરુદ્ધ આ અગાઉ રાજીખુશીથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરી શાદી કરી હોવાનું કોર્ટમાં જણાવનાર ભારતીય મૂળની સગીર યુવતી મહેકએ કોર્ટમાં બંધબારણે ગઈકાલ ગુરુવારે આપેલી જુબાની મુજબ તે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માંગતી નહોતી  તેમજ મુસ્લિમ યુવક રઝા માચી સાથે લગ્ન કરવા પણ માંગતી નહોતી તે હિન્દૂ જ રહેવા માંગે છે.તેથી તેને પોતાના માતા પિતા પાસે મોકલી આપવા સ્થાનિક કોર્ટને વિનંતી કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે મહેકની જુબાનીનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે જે સમયે મોટી સંખ્યામાં મૌલવીઓ સહિતના લોકો કોર્ટમાં અને કોર્ટની બહાર હાજર હતા

(2:03 pm IST)