Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બૌદ્ધિક સંપતિ ઇન્ડેકસમાં ભારતની ઉંચી છલાંગ, ૬૦ દેશોની યાદીમાં ૩૬માં સ્થાન પર પહોંચ્યું

આ ઇન્ડેકસમાં અમેરિકા પહેલા, બ્રિટેન બીજા, સ્વીડન ત્રીજા, ફાન્સ ચોથા અને જર્મની પાંચમાં સ્થાને છે

નવીદિલ્હી, તા.૮:- ઇન્ટરનેશનલ ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી (આઇપી) ઇન્ડેકસમાં ભારત આઠ સ્થાનની છલાંગ સાથે ૩૬માં સ્થાને પહોંચી ગયું છે. આ ઇનડેકસમાં આ વર્ષે ૫૦ વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં બૌદ્ઘિક સંપત્ત્િ।ની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સના વૈશ્વિક નવીકરણ નીતિ કેન્દ્ર (જીઆઈપીસી) દ્વારા તૈયાર ૨૦૧૯થી સૂચકઆંકમાં ભારત ૮ સ્થાનની છલાંગ સાથે ૩૬માં સ્થાને પહોંચી ગયું છે. ૨૦૧૮માં ભારત ૪૪માં સ્થાને હતું. તેમાં સામેલ ૫૦ દેશોમાં ભારતની સ્થિતિમાં સૌથી વધુ સુધાર થયો છે.

આ ઇન્ડેકસમાં અમેરિકા પ્રથમ, બ્રિટેન બીજું, સ્વીડન ત્રીજુ, ફ્રાન્સ ચોથુ, જર્મનીનું પાચમું સ્થાન રહ્યું છે. ગત વર્ષે પણ આ દેશો આજ સ્થાને હતા. જીઆઈપીસીએ આ ઇન્ડેકસ ૪૫ સંકેતકો પર તૈયાર કર્યો છે. તેમાં પેટન્ટ, કોપીરાઇટ અને વ્યાપાર ગોપનીયતાનું સરંક્ષણ વગેરે સામેલ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારતની સ્થિતિમાં આ સુધાર ભારતીય નીતિ નિર્માતાઓ દ્વારા ડોમેસ્ટિક ઉદ્યમીઓ અને વિદેશી રોકાણકારો માટે સમાન રૂપથી એક સતત નવીન ઇકોસિસ્ટમ વિકસિત કરવાના પ્રયાસોને દર્શાવે છે. હાલની યાદીમાં ભારતનો કુલ સ્કોર ઉલ્લેખનીય રૂપથી સુધરીને ૩૬.૦૪ ટકા (૪૫માંથી ૧૬.૨૨) પર પહોંચી ગયો છે. ગત વખતે આ ૩૦.૦૭ ટકા (૪૦માં ૧૨.૦૩) હતો. જીઆઈપીસીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પૈટ્રિક કિલબ્રાઇડે કહ્યું કે, સતત બીજા વર્ષે ભારતના સ્કોરમાં વધારે સુધારો થયો છે.

વર્ષ ૨૦૧૭માં ભારત આ યાદીમાં ૪૫ દેશોમાં ૪૩માં સ્થાન પર હતું. છેલ્લા બે વર્ષમાં અમેરિકી ચેમ્બર ઓફ કોમર્સે તુલનાત્મક અભ્યાસવાળા દેશોની સંખ્યા વધારીને ૫૦ કરી દીધી છે. પાડોસી દેશ પાકિસ્તાન આ યાદીમાં ૪૭માં સ્થાન પર છે. તો વેનેજુએલા અંતિમ સ્થાન પર છે.(૨૨.૧૦)

 

(3:42 pm IST)