Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

બેકવર્ડ બેન્ડિંગ કરીને સૂવા અને ઊઠવાની અનોખી એકસરસાઇઝ કરતો રબરબોય

ઉતર પ્રદેશના મેરઠ જિલ્લાના સરધના ગામમાં રહેતો ઉજજવલ વિશ્વકર્મા નામનો ૧૦ વર્ષનો છોકરો ભારતના રબરબોયનો ખિતાબ પામ્યો છે. ખૂબ નાની વયથી યોગ શીખવાનું શરૂ કરનાર ઉજજલ હવે નિર્લભ પૂર્ણ ચકાસન ખૂબ જ સરળતાથી કરી લે છે. યોગ વિશે તમે ન જાણતા હોય તો જરાક આ આસન શું છે એ સમજી લઇએ આ આસનમાં હાથથી અદબ વાળી દલને કમરને  બકેવર્ડ બેન્ડિગ કરાવવાનું હોય છે. એટલું પાછળ જવાનું કે તમારૃં માયું જમીનને ટચ થઇ જાય. આટેલીથી આસન અટકે નહીં, માથું ટચ થઇ ગયા પછી તમારે કમરને સીધી કરીને જમીન પર સૂઇ પણ જવાનું સૂતાં પછી કોઇ જ સહારો લીધા વિના અદબ વાળેલા હાથ સાથે જ પાછા ઊભા થઇ જવાનું ઉજજવલ આ અત્યંત કઠિન ગણાતા આસનનાં એક-બે-નહી, પૂરાં ૧૬ આવર્તન માત્ર એક જ મિનિટમાં કરી લે છે. તેના યોગશિક્ષકને પણ આશા છે કે એક મિનિટમાં સૌથી વધુ આસન કરવાનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તે તોડી શકે એમ છે. તેનું આ લક્ષ્ય હાંસલ કરવા માટે યોગશિક્ષક સાથે તે રોજના ત્રણ કલાક સુધી પ્રેકિટસ કરે છે.(૨૨.૮)

 

 

(3:40 pm IST)